શું રીના રોય સાથે મેચ થાય છે સોનાક્ષી નો ચેહરો, અભિનેત્રીએ આપ્યો આ જવાબ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

દિગ્ગ્ઝ અભિનેતા શત્રુઘ્ન સિંહા 70 અને 80ના દાયકાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. સાથે જ અભિનેત્રી રીના રોયે પણ 70ના દાયકામાં એક મોટી અને ખાસ ઓળખ બનાવી હતી. શત્રુઘ્ન અને રીનાની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી છે. બંને દિગ્ગજોએ એક-બે નહીં પરંતુ લગભગ 16 ફિલ્મોમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે સાથે કામ કરતી વખતે રીના અને શત્રુઘ્નને એકબીજા સાથે પ્રેમ પણ થઈ ગયો હતો. જોકે શત્રુઘ્ન આ દરમિયાન પહેલાથી જ પરણીત હતા. વર્ષ 1980માં શત્રુઘ્નના લગ્ન પૂનમ સિંહા સાથે થયા હતા. જો કે છતાં પણ શત્રુઘ્ન એ પોતાની પત્નીને છેતરીને રીન રોય સાથે ખૂબ ઈશ્ક લડાવ્યું હતું. બીજી તરફ આ વાતથી રીનાને પણ કોઈ વાંધો ન હતો.

જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહા અને રીનાનું અફેર લાંબુ ચાલ્યું હતું. અભિનેતાના લગ્ન પહેલા જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા અને લગ્ન પછી પણ બંનેનો પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો. જો કે, એક દિવસ તે સમાપ્ત થવાનું હતું અને તે ટૂંક સમયમાં થઈ પણ ગયું. કહેવાય છે કે બંનેની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી.

મોટા પડદા પર બંને કલાકારોની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી. સાથે જ રિયલ લાઈફમાં પણ બંને એકબીજા પર જાન છિડકવા લાગ્યા અને બંને એકબીજાને પ્રેમ કરી બેઠા. જોકે શત્રુઘ્નના લગ્ન પૂનમ સાથે થયા. બંને ત્રણ બાળકોના માતા-પિતા બન્યા, બે પુત્ર લવ સિંહા અને કુશ સિંહા અને એક પુત્રી સોનાક્ષી સિંહા. સોનાક્ષી એક અભિનેત્રી છે.

સોનાક્ષીએ જ્યારે હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. ખરેખર તેના ચહેરાની સરખામણી તે સમયે રીના રોય સાથે કરવામાં આવી હતી. સોનાક્ષીની તસવીરોમાં એ જોવા મળ્યું કે તેનો ચહેરો ઘણી હદ સુધી રીના રોય સાથે મેચ થાય છે. ઘણા લોકો તો સોનાક્ષીને રીનાની પુત્રી સમજવા લાગ્યા હતા.

પોતાને રીનાની પુત્રી જણાવવા પર એક વખત સોનાક્ષીએ પણ પોતાની ચુપ્પી પોડી હતી અને આ બાબત પર ખુલીને વાત કરી હતી. સોનાક્ષીએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ ત્યારે થયું જ્યારે મારો જન્મ પણ થયો ન હતો. મને તેના વિશે જાણ ત્યારે થઈ જ્યારે હું મોટી થઈ રહી હતી અને ચીજોને સમજવા લાગી હતી. પરંતુ હું તેના માટે મારા પિતાને સજા આપવાની ન હતી.”

અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, “આ તેનો ભૂતકાળ છે અને દરેકનો એક ભૂતકાળ હોય છે. તેથી હું તેના વિશે વધુ વિચારતી નથી. કે ન તો હું તેના પર ધ્યાન આપું છું. જેમ મેં કહ્યું તેમ, તે માત્ર કેટલાક લોકો માટે ખરેખર સારી હેડલાઇન્સ અને રસદાર ગપસપ બનાવે છે. પરંતુ મારા માટે, આ મારો પરિવાર છે.”

જણાવી દઈએ કે ‘રીના સાથે સોનાક્ષીનો ચહેરો મેચ થાય છે’, આ વાત એ રીના અને સોનાક્ષીના પિતા શત્રુઘ્નના અફેરને કારણે તૂલ પકડ્યું હતું. પરંતુ બંને પ્રેમી-પ્રેમિકા રહ્યા પતિ-પત્ની બની શક્યા નહિં. જ્યાં શત્રુઘ્ન એ પૂનમ સાથે લગ્ન કર્યા તો રીનાએ ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા.