આ 6 સુપરહિટ ફિલ્મોને રિજેક્ટ કરી ચુકી છે સોનાક્ષી સિન્હા, નહીં તો તે હોત મોટી સુપરસ્ટાર, જાણો કઈ કઈ ફિલ્મ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દબંગ ગર્લ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હાને ભલા કોણ નથી ઓળખતું. સોનાક્ષીએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. જો કે સોનાક્ષી પાસે કામની કોઈ કમી નથી, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં એવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી છે, જેને કર્યા પછી આજે તેની કારકિર્દી એક અલગ લેવલ પર હોત. તો ચાલો જાણીએ કે સોનાક્ષીએ પોતાની કારકિર્દીમાં કઈ કઈ ફિલ્મો રિજેક્ટ કરી છે?

ઉડતા પંજાબ: જણાવી દઈએ કે, ફિલ્મ ‘ઉડતા પંજાબ’ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મમાં પંજાબની સ્ટોરી બતાવવામાં આવી છે. જણાવી દઈએ કે, ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, દિલજીત દોસાંઝ અને કરીના કપૂરે મુખ્ય પાત્રો નિભાવ્યા હતા. કહેવાય છે કે કરીના કપૂરને બદલે આ પાત્ર પહેલા સોનાક્ષી સિન્હાને આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

હાઉસફુલ – 4: પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા સ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ-4’ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ એક કોમેડી ફિલ્મ છે જેમાં સોનાક્ષી સિંહાને એક મુખ્ય ભુમિકા આપવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મમાં પણ કામ કરવાની મનાઈ કરી હતી.

રેસ-2: રિપોર્ટનું માનીએ તો સોનાક્ષી સિન્હાને ફિલ્મ ‘રેસ 2’ની પણ ઓફર મળી હતી. નોંધપાત્ર છે કે આ ફિલ્મ પણ ખૂબ હિટ રહી હતી પરંતુ સોનાક્ષીએ આ ફિલ્મમાં પણ કામ કરવાની મનાઈ કરી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, અમીષા પટેલ, અનિલ કપૂર અને સૈફ અલી ખાન જેવા ઘણા મોટા સ્ટાર્સે કામ કર્યું હતું અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

મુબારકાં: નોંધપાત્ર છે કે ડાયરેક્ટર અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ ‘મુબારકાં’ પણ ખૂબ સફળ રહી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને અર્જુન કપૂર, અથિયા સેઠી, ઇલિયાના ડીક્રુઝ જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મમાં પણ અભિનેત્રી સોનાક્ષી સિન્હાને કામ કરવાની તક મળી હતી, પરંતુ તેણે કોઈ કારણસર આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ પણ ગોલ્ડન સ્ક્રીન પર સફળ સાબિત થઈ હતી.

હસીના પારકર: બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીના પારકર’એ સુંદર પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધાએ એક દબંગ ગેંગસ્ટર લેડીની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ શ્રદ્ધા પહેલા આ ફિલ્મ સોનાક્ષી સિંહાને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ફિલ્મમાં પણ કામ કરવાની મનાઈ કરી હતી. નોંધપાત્ર છે કે શ્રદ્ધા અભિનીત આ ફિલ્મ સફળ સાબિત થઈ હતી.

કિક: જણાવી દઈએ કે, જ્યારે સોનાક્ષી સિન્હાને ફિલ્મ ‘દબંગ’થી અપાર સફળતા મળી, ત્યારે તેને ફિલ્મ ‘કિક’માં પણ કામ કરવાની તક મળી હતી. નોંધપાત્ર છે કે આ ફિલ્મમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝે કામ કર્યું છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી. પરંતુ જેકલીન પહેલા અભિનેત્રી સોનાક્ષી સાથે વાત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ફિલ્મ માટે મોટી રકમ માંગી હતી, ત્યાર પછી નિર્માતા સાજિદ નડિયાદવાલાએ જેકલીન ફર્નાન્ડીઝને આ પાત્ર આપ્યું હતું.