સોનાક્ષી સિન્હાએ તોડ્યું ચાહકોનું દિલ, શું ખરેખર ચોરી છુપે સોનાક્ષી એ કરી લીધી છે સગાઈ, જાણો શું છે સત્ય

બોલિવુડ

હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. આવી અટકળો તેની તસવીરો જોઈને લગાવવામાં આવી રહી છે. તે પોતાની નવી તસવીરોમાં ખૂબ જ ખુશ અને હસતા જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાની નવી તસવીરોમાં પોતાની રિંગને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે આ તેની સગાઈની રિંગ છે.

સોનાક્ષીએ તસવીર શેર કરવાની સાથે એક ખાસ કેપ્શન પણ આપ્યું છે. સોનાક્ષીએ કેપ્શનમાં સીધું તો એ નથી લખ્યું કે તેણે સગાઈ કરી લીધી છે, જો કે તેનું કેપ્શન સ્પષ્ટપણે તેની ખુશી વ્યક્ત કરી રહ્યું છે. તેણે જણાવ્યું છે કે આ તેના માટે મોટો દિવસ છે. અભિનેત્રીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પહેલી તસવીરમાં તે એક પુરુષના ખભા પર હાથ રાખેલી જોવા મળી રહી છે. જોકે, તે વ્યક્તિનો ચહેરો જોવા મળી રહ્યો નથી.

આ તસવીર શેર કરવાની સાથે જ સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાના કેપ્શનમાં લખ્યું છે કે, “મારા માટે મોટો દિવસ !!! મારું એક સૌથી મોટું સપનું સાચું થઈ રહ્યું છે…અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. વિશ્વાસ નથી કરી શકતી કે આ આટલું સરળ હતું.” અભિનેત્રીએ કેપ્શનમાં આગળ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે.

સોનાક્ષી બીજી તસવીરમાં પણ તેના ખાસ વ્યક્તિ સાથે જોવા મળી રહી છે, જોકે તેમાં પણ તેણે તે વ્યક્તિનો ચહેરો બતાવ્યો નથી. બીજી તસવીરમાં પણ તેણે વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો છે. સાથે જ અભિનેત્રીની ત્રીજી તસવીર પર નજર કરીએ તો તેમાં પણ તે વ્યક્તિનો ચહેરો જોવા મળી રહ્યો નથી. બંનેના હાથ એકબીજાના હાથમાં છે. સોનાક્ષીએ આ ત્રણેય તસવીરો સાથે એક સરખું કેપ્શન આપ્યું છે.

સોનાક્ષીની આ નવી તસવીરો સામે આવ્યા પછી ચર્ચાઓનું બજાર પણ ગરમ થઈ ગયું છે. સોશ્યિલ મીડિયા પર સોનાક્ષીની આ તસવીરો જોયા પછી ચાહકોની સાથે સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે. સોનાક્ષીની પોસ્ટ પર ઘણા સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી છે અને હાર્ટ ઇમોજી તેમજ ફાયર ઇમોજી પણ કમેંટ કર્યું છે.

ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં છે સોનાક્ષી: જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અભિનેતા ઝહીર ઈકબાલ સાથે રિલેશનશિપમાં છે. બંને કલાકારો વચ્ચેના સંબંધની અવારનવાર ચર્ચા થતી રહે છે, જોકે બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી.