અક્ષયના પુત્રને લઈને ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી ચુક્યા હતા રાજેશ ખન્ના, કહ્યું હતું કે….

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણાં નામ છે જે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તે નામોને ક્યારેય ભૂલી શકાતા નથી. દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, દાયકા બધું આગળ વધતું રહેશે અને વધી રહ્યું છે, પરંતુ આ કલાકારોને ભૂલવાની ભૂલ કોઈ નહિં કરે. આ કલાકારો તેમના કાર્યને કારણે દરેક સમયે યાદ આવતા રહેશે. આ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક દિગ્ગઝ કલાકાર છે રાજેશ ખન્ના જેમણે તેમના સમય દરમિયાન એક્ટિંગનું રંગ-રૂપ બદલીને રાખી દીધું હતું. તે જ્યાં જોતા હતા, પછી તે તરફ કોઈ અન્યનું જોવું બેકાર હતું.

રાજેશ ખન્નાએ તેની કારકિર્દીમાં અપાર સફળતા મેળવી હતી. આજના યુવા અથવા આજનાં બોલિવૂડ સ્ટાર્સ જે ઉંમરમાં પોતાને શોધી રહ્યા હોય છે, પોતાને સ્થાપિત કરવામાં લાગેલા હોય છે, ત્યારે યુવા ઉંમરમાં રાજેશ ખન્ના બોલીવુડના પહેલા સુપરસ્ટાર બની ગયા હતા. વર્ષ 1966 માં રાજેશ ખન્નાએ તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત ‘આખરી ખત’ થી કરી હતી. તે માત્ર થોડા જ વર્ષોમાં સુપરસ્ટાર બની ગયા હતા.

ન તો રાજેશ ખન્ના પહેલા કે પછી બોલિવૂડમાં તેમના જેવા બીજા કોઈ સુપરસ્ટાર આવ્યા નથી. જો કે જ્યારે એકવાર તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમના પછી ઈંડસ્ટ્રીમાં આગળના સુપરસ્ટાર કોણ હશે. તો રાજેશ ખન્નાના જવાબથી બધાને આશ્ચર્ય થયું હતું. કાકાએ કહ્યું હતું કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ આગામી સુપરસ્ટાર હશે. તેની પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેમાં મારો, ડિમ્પલ, ટ્વિંકલ અને અક્ષય બધાનો ભાગ છે. તેથી, તે ઈન્ડસ્ટ્રીનો આગલો સુપરસ્ટાર બની શકે છે.

‘કાકા’ ના નામથી જાણીતા રાજેશ ખન્નાએ કહ્યું કે, મારો ગ્રાંડ સન નવો સુપરસ્ટાર બની શકે. એટલા માટે નહિં કે તે મારો ભાણેજ છે અને મારી દીકરીનો પુત્ર છે, પરંતુ એટલા માટે કે ડિંપલનું તેણે કંઈક તો લીધું હશે. કેટલુક અક્ષયનું પણ લીધું હશે જે એક ફેમિલી ટ્રી હોય છે. કેટલુક તો ટ્વિંકલનું પણ લીધું હશે અને થોડું મારું પણ લીધું હશે.

કાકાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે, “જો હું સુપરસ્ટાર રહ્યો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં… જ્યારે પણ સુવર્ણ અક્ષરોમાં રાજેશ ખન્નાનું નામ લખવામાં આવશે તો મને લાગે છે કે આરવ હવે પછીનો સુપરસ્ટાર હશે.”

જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન વર્ષ 2001 માં થયા હતા. બંને આજે બે બાળકોના માતા-પિતા છે. અક્ષય કુમારના ઘરે આરવનો જન્મ પહેલા સંતાન તરીકે થયો હતો. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર 2002 માં થયો હતો. આરવ 18 વર્ષનો છે અને હાલમાં તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેના પરિવારની જેમ તેનું બોલીવુડમાં કામ કરવાને લઈને કોઈ માહિતી નથી. અક્ષય અને ટ્વિંકલની એક પુત્રી નિતારા પણ છે.