મેકઅપ વગર કંઈક આવી દેખાય છે તમારી આ 6 ફેવરિટ અભિનેત્રીઓ, એક ઝલકમાં ઓળખવી પણ બની જશે મુશ્કેલ

બોલિવુડ

છોકરીઓ મેકઅપ વગર તેમના જીવનની કલ્પના પણ કરી શકતી નથી અને આ વાતને લઈને અવારનવાર તેમની મજાક પણ ઉડતી રહે છે. પરંતુ છતાં પણ મેકઅપ વગર તે ક્યાંય પણ નથી જતી, પરંતુ કેટલીકવાર તેમને મેકઅપ વગર રહેવું પડે છે. જો વાત બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની કરીએ તો તેઓ મેકઅપ વગર પણ ખૂબ જ અલગ દેખાય છે. મેકઅપ વગર તમે તેમને એક નજરમાં ઓળખી પણ નહિં શકો.

એક સમય હતો જ્યારે બોલિવૂડ અભિનેત્રીઓ મેકઅપ વગર અસ્વસ્થતા અનુભવતી હતી. પરંતુ આજના સમયમાં તે કેવી પણ હોય કેમેરા સામે આવી જાય છે અથવા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે કોઈ પણ તસવીર શેર કરી દે છે. ઘણી સેલિબ્રિટીઓ આ પ્રકારની સેલ્ફી પોસ્ટ કરી ચુકી છે, તો ચાલો જોઈએ કે મેકઅપ વગર આ દિગ્ગ્ઝ અભિનેત્રીઓ કેવી દેખાય છે.

કાજલ અગ્રવાલ: સાઉથ સિનેમા અને બોલિવૂડની અભિનેત્રી કાજલ અગ્રવાલ એક મોટું નામ છે. કાજલ ખૂબ જ સુંદર છે પરંતુ થોડા સમય પહેલા તેમણે પોતાની મેકઅપ વગરની તસવીર શેર કરી હતી. પોતાની તસવીરમાં કાજલે લખ્યું છે કે, ‘લોકો પોતાને વધારે શોધી શકતા નથી. આપણે એક એવી દુનિયામાં છીએ જ્યાં લોકો બાહ્ય સુંદરતા મેળવવા માટે પાગલ છે કારણ કે સોશિયલ મીડિયા પર આવી સુંદરતાને મહત્વ મળે છે. લાખો રૂપિયા કોસ્મેટિક્સ અને બ્યુટી પાછળ ખર્ચ કરવામાં આવે છે એ વચન સાથે કે પરફેક્ટ બોડી મળી જશે.’

સારા અલી ખાન: બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાને અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્રણેય ફિલ્મોમાં તે કમાલની જોવા મળી છે. તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલ-2 છે, જેમાં કાર્તિક સાથે તેની જોડી લોકોને ખૂબ પસંદ આવી. થોડા દિવસો પહેલા સારાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે મેકઅપ વગર જોવા મળી હતી.

સોનમ કપૂર: ફેશન દિવા કહેવાતી અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મોથી વધુ તેના ડ્રેસ અપ સેન્સ અને લુક માટે જાણીતી છે. થોડા દિવસો પહેલા સોનમે પોતાની મેકઅપ વગરની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સોનમે પોતે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ તસવીર શેર કરી અને લખ્યું, ‘મેકઅપ વગર.’

સુષ્મિતા સેન: પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આજકાલ તેના બોયફ્રેન્ડની સાથે ખૂબ ચર્ચા મેળવી રહી છે. 44 વર્ષની ઉંમરમાં 28 વર્ષના બોયફ્રેન્ડ સાથે તેનો પ્રેમ લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેની નૂર પણ અકબંધ છે. સુષ્મિતાની મેકઅપ વગરની તસવીર પણ ખૂબ જ સુંદર લાગે છે.

કેટરીના કૈફ: બોલિવૂડ અભિનેત્રી જીમમાં જતી વખતે બિલકુલ પણ મેકઅપ નથી કરતી અને તાજેતરમાં તેની આ તસવીર પણ સામે આવી છે. તેમાં ખાસ વાત એ છે કે મેકઅપ વગર પણ કેટરીના ખૂબ જ સુંદર લાગે છે. કેટરીના છેલ્લી વખત ફિલ્મ ભારતમાં જોવા મળી હતી અને તેની આગામી ફિલ્મ સૂર્યવંશી છે.