ઉર્મિલા માંતોડકરના જીવનના કેટલાક પાસાઓ કે જેને નહિં જાણતા હોય તમે, માતા છે મુસ્લિમ તો પિતા છે…

બોલિવુડ

ઉર્મિલા માંતોડકર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી છે. ઉર્મિલા બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બોલિવૂડમાં સફળ ઇનિંગ્સ રમ્યા પછી ઉર્મિલાએ રાજકારણમાં પણ પોતાનો હાથ અજમાવ્યો અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ. તાજેતરમાં જ કંગના રનૌતે ઉર્મિલા માંતોડકરને સોફ્ટ પોર્ન અભિનેત્રીનું બિરુદ આપ્યું હતું, ત્યાર પછી ફિલ્મી સ્ટાર્સ કંગનાના નિવેદનની નિંદા કરવા લાગ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, બોલીવુડમાં આજકાલ ડ્રગ્સની બાબત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ગયા દિવસોમાં ઉર્મિલા માંતોડકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “આખો દેશ ડ્રગ્સના ભય સાથે સંઘર્ષ કરી રહ્યો છે. કંગનાએ ખબર હોવી જોઇએ કે તેનું રાજ્ય હિમાચલ ડ્રગ્સનો ગઢ છે. તે શરૂઆત ત્યાંથી કેમ નથી કરતી.” ઉર્મિલાના આ નિવેદન પછી તે કંગના રનૌતનાં નિશાન હેઠળ આવી. આજની આ પોસ્ટમાં, અમે તમને ઉર્મિલા માંતોડકરના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીશું.

મુંબાઈમાં થયો હતો જન્મ: 4 ફેબ્રુઆરી 1974 ના રોજ ઉર્મિલા માંતોડકરનો જન્મ મુંબઇમાં થયો હતો. તેની માતાનું નામ રૂખ્શાના સુલતાન છે. ઉર્મિલાની માતા મુસ્લિમ પરિવાર સાથે જોડાયેલી છે. તે જ સમયે, તેના પિતા મરાઠા પરિવારમાંથી આવે છે, જેનું નામ શિવિંદર સિંહ છે. ઉર્મિલાના પિતા એક શાળાના પ્રોફેસર હતા. ઉર્મિલાની એક બહેન પણ છે, જેનું નામ પૂજા માંતોડકર છે. ઉર્મિલા માંતોડકરે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, વધુ અભ્યાસ માટે પૂણે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીંથી, તેમણે ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

નાનપણથી જ હતો એક્ટિંગનો શોખ: ઉર્મિલાને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો, તેથી તે કોલેજમાં થતા નાટકોમાં પણ ભાગ લેતી. તે શરૂઆતથી એક હિરોઇન બનવા ઇચ્છતિ હતી. તે જ્યારે નાની હતી, ત્યારથી જ તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. વર્ષ 1980 માં, ઉર્મિલા પહેલી વાર ફિલ્મ ‘કલયુગ’ માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. ઉર્મિલાની પહેલી પહેલી ડેબ્યૂ ફિલ્મ વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘નરસિમ્હા’ હતી. આ ફિલ્મમાં ઉર્મિલાનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું.

‘નરસિમ્હા થી કર્યો પ્રવેશ : ફિલ્મ ‘નરસિંહા’ બોક્સ ઓફિસ પર સફળ રહી, ત્યાર પછી ઉર્મિલાની સામે ફિલ્મોની લાઇન લાગી ગઈ. નરસિમ્હા પછી, ઉર્મિલા રંગીલા, જુડદાઇ, સત્યા, એક હસીના થી, જાનમ સમજા કરો, પ્યાર તુને ક્યા કિયા, ભૂત જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી અને બધામાં પોતાની જબરદસ્ત એક્ટિંગથી લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. જણાવી દઈએ કે, રંગીલા, જુદાઇ અને સત્યા ફિલ્મો માટે ઉર્મિલા ફિલ્મફેયર એવોર્ડ માટે ત્રણ વખત નોમિનેટ થઈ હતી. ફિલ્મ ‘રંગીલા’ ની જબરદસ્ત સફળતા પછી લોકો ઉર્મિલાને ‘રંગીલા ગર્લ’ તરીકે પણ ઓળખવા લાગ્યા.

2016 માં કર્યાલગ્ન: તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉર્મિલાએ 42 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઉર્મિલા માંતોડકરે પોતાનાથી 10 વર્ષ નાના કાશ્મીરના રહેવાસી મોહસીન અખ્તર મીર સાથે 3 માર્ચ, 2016 નાં રોજ લગ્ન કર્યા છે. મુસ્લિમ માતા અને મરાઠી પિતાની પુત્રી ઉર્મિલાએ કાશ્મીરી સાથે લગ્ન કર્યા છે. ઉર્મિલાના લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, મોહસીન વ્યવસાયે કાશ્મીરના પ્રખ્યાત મોડેલ અને બિઝનેસમેન છે.મોહસીન અખ્તર મીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉર્મિલા બૌદ્ધ ધર્મમાં માને છે. લગ્ન પછી, ઉર્મિલાએ પોતાનું ધર્મ નામ કંઈ પણ બદલ્યું નથી.

અહીં થઈ હતી પહેલી મુલાકાત : મોહસીને ઉર્મિલા સાથેની તેની પહેલી મુલાકાત વિશે વાત કરતાં, કહ્યું હતું કે બંને પહેલીવાર બોલીવુડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં મળ્યા હતા. અહીંથી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને પછી ધીરે ધીરે પ્રેમ શરૂ થયો. જણાવી દઈએ કે, એક સમયે ઉર્મિલાનું નામ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા સાથે પણ જોડાયું હતું. એવું કહેવામાં આવે છે કે રામ ગોપાલ વર્મા ઉર્મિલાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તે તેમની દરેક ફિલ્મમાં તેને કાસ્ટ કરવા માંગતા હતા.

જોકે, ઉર્મિલા તરફથી આવું કંઈ હતું નહિં, જેના કારણે વાત આગળ વધી શકી નહીં અને આ એકતરફી પ્રેમ ત્યાં જ સમાપ્ત થયો. ઉર્મિલા માંતોડકરર અને મોહસીન અખ્તર મીરનાં લગ્નને 4 વર્ષ વીતી ગયાં છે અને તે બંને ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ઘણા દિવસોથી ઉર્મિલા મોટા પડદાથી દૂર છે, આવી સ્થિતિમાં ચાહકો ફરી એકવાર તેની એક્ટિંગ જોવા માંગે છે. સાથે જ તેઓ ઉર્મિલાની માતા બનવાની રાહ પણ જોઈ રહ્યા છે.

1 thought on “ઉર્મિલા માંતોડકરના જીવનના કેટલાક પાસાઓ કે જેને નહિં જાણતા હોય તમે, માતા છે મુસ્લિમ તો પિતા છે…

Leave a Reply

Your email address will not be published.