10 જૂને છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવી રહેશે તેની અસર

ધાર્મિક

જૂન મહિનામાં સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જેની અસર દરેક રાશિ પર પડશે. પંચાંગ મુજબ 10 જૂને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે. જે બપોરે 01:42 વાગ્યાની આસપાસ શરૂ થશે અને સાંજે 06:41 વાગ્યે સમાપ્ત થશે. તેનો સમય લગભગ 5 કલાકનો રહેશે. સૂર્યગ્રહણ ઉત્તર-પૂર્વ અમેરિકા, યુરોપ, ઉત્તર એશિયા અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં. જોકે રાશિઓ પર આ ગ્રહનની અસર જરૂર પડશે.

મેષ રાશિ: આ રાશિના લોકો કોઈ સાથે પણ વિવાદ કરવતહી બચો અને ગુસ્સો ન કરો. પૈસાનું નુક્સાન થવાની સંભાવના છે. તેથી પૈસા સમજી-વિચારીને જ ખર્ચ કરો.

વૃષભ રાશિ: રાહુ આ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. તમારી શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને તમારી વિચારસરણીને સકારાત્મક રાખો.

મિથુન રાશિ: પૈસાના નુક્સાનની સ્થિતિ બની રહી છે. આવી સ્થિતિમાં પૈસાને લઈને સાવચેત રહો અને વિચાર્યા વગર પૈસા ખર્ચ ન કરો. પરિવારના સભ્યો સાથે વિવાદ પણ થઈ શકે છે.

કર્ક રાશિ: ગ્રહણ દરમિયાન મન ચંચળ રહી શકે છે અને નાની નાની બાબતો પર પણ ગુસ્સો આવી શકે છે. તેથી તમારા અવાજને નિયંત્રણમાં રાખો અને કોઈની સાથે લડાઈ કરવાથી બચો. સાથે જ વિરોધીઓથી પણ સાવચેત રહો.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકો સમજી વિચારીને નિર્ણય લો અને કોઈ સાથે પણ વિવાદ ન કરો. કોઈ સાથે અહિત કરવાથી પણ બચો. અચાનક ધનલાભ મળવાની સ્થિતિ છે. ધર્મના કાર્યોમાં પણ રસ વધી શકે છે.

કન્યા રાશિ: પરિવારના સભ્યો સાથે હળીમળીને રહો. સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહેવું. લોન લેવા અને આપવાથી બચો. ગુસ્સો કરવાથી તમને જ નુક્સાન થઈ શકે છે. ઉધાર આપવાથી અથવા લેવાથી બચો. ગુસ્સો કરવાથી તમને જ નુક્સાન થઈ શકે છે.

તુલા રાશિ: ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. તમારા જીવન સાથી સાથે સમજી વિચારીને વાત કરો. ઘરમાં તણાવ અને લડાઈની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ: નકારાત્મક વિચારો મનમાં આવી શકે છે. કોઈનું અપમાન ન કરો. પરિવાર વિશે ચિંતા થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી વાણી પર પણ નિયંત્રણ રાખો.

ધન રાશિ: ધન રાશિ માટે સમય સારો રહેશે. ફળ પ્રાપ્ત થશે. જો તમે વધુ મહેનત કરશો તો તમને સફળતા જરૂર મળશે. પૈસાનું સમજી વિચારીને રોકાણ કરશો તો સારું રહેશે.

મકર રાશિ: તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્ય સમજી વિચારીને કરો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. પરિવાર સાથે હળીમળીને રહો. જો કે કોઈ પર વધારે વિશ્વાસ કરવાની ભૂલ ન કરો.

કુંભ રાશિ: ગુસ્સા અને અહંકારથી બચો. સાવચેત રહો અને સરળતાથી કોઈ પર વિશ્વાસ ન કરો. માતાની સેવા કરો અને મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો.

મીન રાશિ: નિર્ણય લેતી વખતે સો વખત વિચારો. કોઈને ઉધાર પૈસા ન આપો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને દૂરની મુસાફરી કરવાથી બચો. મન અશાંત રહી શકે છે અને તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.