આટલો પ્રેમ હોવા છતાં છૂટાછેડા શા માટે લઈ રહ્યા છે સીમા-સોહેલ, સીમા એ પતિ માટે કહી આ ખાસ વાત

બોલિવુડ

અરબાઝ ખાન દ્વારા મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધાના પાંચ વર્ષ પછી હવે અરબાઝનો નાનો ભાઈ સોહેલ ખાન પણ પોતાની પત્નીને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી સીમા ખાન અને સોહેલ ખાન વચ્ચેનો સંબંધ સારો નથી. બંને વચ્ચે અનબન છે અને બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા છે.

સોહેલ અને સીમાનો સંબંધ તૂટવાના આરે છે. અભિનેતા સોહેલ ખાન અને ફેશન ડિઝાઈનર સીમા ખાને પરસ્પર સંમતિ સાથે છૂટાછેડા માટે તૈયાર થયા છે. શુક્રવારે બંને બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા. માહિતી મુજબ બંનેએ અહીં છૂટાછેડા માટે અરજી કરી છે.

સીમા અને સોહેલના છૂટાછેડાનો મુદ્દો મીડિયામાં છવાયેલો છે. હાલમાં આ બંનેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે સીમા અને સોહેલે વર્ષ 1998માં લવ મેરેજ કર્યા હતા. બંનેના લગ્ન માર્ચ 1998માં થયા હતા, જોકે હવે લગ્નના 24 વર્ષ પછી બંને અલગ થવા જઈ રહ્યા છે.

છૂટાછેડાનું કારણ હાલમાં સીમા અને સોહેલ વચ્ચેનો પરસ્પર મતભેદ અને વિવાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લગ્નના 24 વર્ષ પછી અચાનક છૂટાછેડાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ. સાથે જ લોકો પણ તેમના છૂટાછેડાના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે એક વખત સીમાએ સોહેલ માટે કહ્યું હતું કે હું તેને પ્રેમ કરું છું અને હંમેશા કરીશ.

સીમા અને સોહેલના છૂટાછેડાના સમાચાર વચ્ચે તેમની સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો છે જ્યારે સીમાએ સોહેલ વિશે ખુલીને વાત કરી હતી અને તેના પર ખુલીને પ્રેમ વરસાવ્યો હતો. સીમા એકવાર ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ માં પહોંચી હતી. જ્યાં તેણે પોતાના અંગત જીવન વિશે પણ વાત કરી હતી.

સીમાએ ત્યારે સોહેલ વિશે કહ્યું હતું કે, હું તેને પ્રેમ કરું છું, હંમેશા કરીશ. અમારો સંબંધ ખૂબ જ અદ્ભુત રહ્યો છે. તે માત્ર એટલું જ છે કે ક્યારેક-ક્યારેક જ્યારે તમે મોટા થઈ જાઓ છો, તો તમારા સંબંધ અલગ થઈ જાય છે અને અલગ-અલગ દિશાઓમાં ચાલ્યા જાય છે. હું આ માટે માફી માંગતી નથી કારણ કે અમે ખુશ છીએ અને મારા બાળકો ખુશ છે. અમે એક યૂનિટની જેમ છીએ. અમારા માટે, સોહેલ અને હું અને અમારા બાળકો છેલ્લે મહત્ત્વપૂર્ણ છે.”

સોહેલ અને સીમા પહેલી વખત અભિનેતા ચંકી પાંડેની સગાઈમાં મળ્યા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યાર પછી બંનેએ 1998માં લગ્ન કર્યા અને બંને બે પુત્રો નિર્વાણ અને અસલમના માતા-પિતા બન્યા.