24 વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે સોહેલ ખાન: આ 5 સેલેબ્સે પણ વર્ષો પછી તોડ્યો હતો પોતાનો સંબંધ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ અને બોલિવૂડ અભિનેતા સોહેલ ખાન લગ્નના 24 વર્ષ પછી પોતાની પત્ની સીમા ખાન સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. સોહેલ અને સીમા શુક્રવારે છૂટાછેડની અરજી આપવા ફેમિલી કોર્ટમાં પહોંચ્યા હતા.

આ સમાચાર સામે આવ્યા પછી ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ દરમિયાન, અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા પાંચ છૂટાછેડા વિશે જણાવીએ, જેમના છુટાછેડાની ખૂબ ચર્ચા થઈ હતી અને આજે પણ થાય છે.

રિતિક રોશન અને સુઝૈન ખાન: બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશને પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. રિતિકે વર્ષ 2000માં અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. રિતિક અને સુઝેનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવતી હતી, જોકે લગ્નના 14 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. કપલે વર્ષ 2014 માં છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. જણાવી દઈએ કે છૂટાછેડા પછી એલિમની તરીકે રિતિક સુઝેન ખાનને 380 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી.

આમિર ખાન અને રીના દત્તા: હિન્દી સિનેમાના સુપરસ્ટાર આમિર ખાને બે લગ્ન કર્યા હતા અને તેમના બંને લગ્ન સફળ રહ્યા ન હતા. આમિરે પોતાની કારકિર્દીની શરૂઆત પહેલા જ રીના દત્તા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન વર્ષ 1986માં થયા હતા. પછી આમિરે વર્ષ 2002માં રીના સાથે છૂટાછેડા લીધા હતા. સાથે જ રીના સાથે છૂટાછેડા લીધા પછી, બીજા લગ્ન વર્ષ 2005 માં કિરણ રાવ સાથે કર્યા હતા.

આમિર ખાન અને કિરણ રાવ: કિરણ રાવ આમિર ખાનની બીજી પત્ની બની હતી. બંનેની મુલાકાત ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને પછી વર્ષ 2005માં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્નના 16 વર્ષ પછી તેમના સંબંધનો અંત આવ્યો હતો. આમિર ખાને ગયા વર્ષે તેની બીજી પત્ની કિરણ સાથે છૂટાછેડા લીધા હતા. બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને છૂટાછેડાની ઘોષણા કરી હતી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ: અભિનેતા સૈફ અલી ખાને માત્ર 21 વર્ષની ઉંમરમાં 80 અને 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 1991માં થયા હતા. ત્યારે સૈફ માત્ર 20 વર્ષના હતા. જ્યારે અમૃતા 32 વર્ષની હતી. જોકે લગ્નના 13 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. વર્ષ 2004માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહે છૂટાછેડા લીધા હતા.

નુસરત જહાં અને નિખિલ જૈન: બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસથી લોકસભા સાંસદ નુસરત જહાંએ વર્ષ 2019માં ધામધૂમથી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા, જોકે બંનેના ટૂંક સમયમાં છૂટાછેડા થઈ ગયા હતા. બંનેએ 2021 માં છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.