મહાશિવરાત્રિ: કરીનાની નણંદ સોહા અલી ખાને કરી શિવ પૂજા, પતિએ વગાડ્યો શંખ, પુત્રીએ કર્યો દૂધ અભિષેક, જુવો તેની તસવીરો

બોલિવુડ

મંગળવાર, 1 માર્ચ ના રોજ દેશભરમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આ તહેવાર પર શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. હવે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનને જ લઈ લો. સોહાએ મહાશિવરાત્રીના પ્રસંગ પર પોતાના ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોહાના ઘરે થઈ શિવ પૂજા: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સોહા અલી ખાન પોતાના પતિ કુણાલ ખેમુ અને પરિવારના અન્ય સભ્યો સાથે શિવ પૂજા કરી રહી છે. આ દરમિયાન તેની ક્યૂટ પુત્રી ઇનાયા પણ આ પૂજામાં શામેલ થતા જોવા મળે છે. તે મહાશિવરાત્રી પર ભગવાન શિવને દૂધ ચઢાવતા જોવા મળી રહી છે. સાથે જ તેના પિતા એટલે કે કુણાલ ખેમુ શંખ વગાડતા જોવા મળી રહ્યા છે.

પૂજા પછી પિતાને ભોજન સર્વ કરતા જોવા મળી પુત્રી ઈનાયા: સોહા અને કુણાલ બંનેએ આ પૂજા સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. કેટલીક અન્ય તસવીરોમાં કુણાલ ખેમુ જમીન પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમની આગળ રાજમા, ભાત, પાલક પનીર, કરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ રાખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે તેની પુત્રી ઇનાયા પણ તેના પિતાને રાજમા સર્વ કરે છે.

ટ્રેડીશનલ લૂકમાં દરેક લાગી રહ્યા હતા સારા: આ તસવીરો શેર કરતા સોહાએ કેપ્શનમાં લખ્યું છે કે “લંચ સર્વ થઈ ગયું છે.” આ તસવીરમાં કુણાલ ખેમુ ગ્રે કુર્તા અને જીન્સ પહેરેલા જોવા મળી રહ્યા છે. તે તેમાં ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ તેમની પુત્રી ઈનાયાએ પિંક ટી-શર્ટ અને નેવી બ્લુ પેન્ટ પહેર્યું છે. તે આ ડ્રેસમાં ક્યૂટ લાગી રહી છે. આ ઉપરાંત સોહા લીલા રંગનો કુર્તો પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન તેના કપાળ પર બિંદી અને વાળમાં પોની હતી. તે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કુણાલે કરી શાંતિ અને અમનની પ્રાર્થના: બીજી તરફ કુણાલે પણ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી. કુણાલ એક કાશ્મીરી પંડિત છે અને ત્યાં મહાશિવરાત્રીને હેરાથ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ત્રણ દિવસ સુધી ઘર પર તેની પૂજા કરે છે. આવી સ્થિતિમાં કુણાલે પણ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પૂજાનો એક વિડિયો શેર કર્યો અને લખ્યું, “હેરાથ મુબારક…તમને બધાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દરેક લોકો માટે શાંતિ, ખુશી, પ્રેમ અને ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના. ૐ નમઃ શિવાય….।” તેમનો આ વીડિયો જોઈને ચાહકો ઉપરાંત બોલીવુડ સેલેબ્સ પણ તેમને મહાશિવરાત્રીની શુભકામનાઓ આપી રહ્યા છે.