પતિ કુણાલ અને પુત્રી ઈનાયા સાથે સોહા અલી ખાને ખૂબ રમી હોળી, એકબીજાને રંગ લગાવતા જોવા મળી માતા-પુત્રી, જુવો તેમના વીડિયો

બોલિવુડ

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું એક વિશેષ મહત્વ છે. દર વર્ષે લોકો રંગો અને ખુશીઓના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુવે છે. હોળીની શરૂઆત થઈ ચુકી છે. આ સમયે દેશભરમાં હોળીની ધૂમ જોવા મળી રહી છે. આખો દેશ હોળીના રંગોમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળી 8મી માર્ચના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. પરંતુ કેટલાક સ્થળોએ 7મી માર્ચે હોળી ઉજવવામાં આવી રહી છે.

સાથે જ ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સંપૂર્ણપણે રંગમાં રંગાઈ ચુક્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી સોહા અલી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોળી સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે તેના પતિ અને અભિનેતા કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા નૌમી ખેમુ સાથે ખૂબ હોળી રમતી જોવા મળી રહી છે. તો ચાલો તમને બતાવીએ તેમની તસવીરો.

સોહા અલી ખાને પુત્રી ઇનાયા સાથે રમી હોળી: ખરેખર, સોહા અલી ખાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 7 માર્ચ 2023ના રોજ હોળી સેલિબ્રેશનનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. અભિનેત્રી દ્વારા શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તે પોતાના પતિ અને પુત્રી સાથે હોળીના તહેવારને દિલ ખોલીને એંજોય કરતા જોવા મળી રહી છે.

સામે આવેલા વીડિયોમાં ઈનાયા અને સોહા અલી ખાન એકબીજાને રંગ લગાવતા જોવા મળી રહ્યા છે, અને પાણીમાં ભીંજાતા, કિસ કરતા અને ખૂબ ડાન્સ કરતા જોવા મળી રહી છે.

સાથે જ જો આપણે સોહા અલી ખાનના લુકની વાત કરીએ તો આ દરમિયાન સોહા અલી ખાન વ્હાઈટ કલરના કુર્તા સાથે સફેદ ટ્રાઉઝર પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ તેની લાડલી પુત્રી ઇનાયા વ્હાઈટ પ્રિન્ટેડ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સાથે જ સોહા અલી ખાન દ્વારા શેર કરેલા આ વીડિયોમાં કુણાલ ખેમુને પણ જોઈ શકાય છે, જે હોળી રમતા ખૂબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેના હાથમાં પિચકારી છે અને તે હોળી પાર્ટીમાં હાજર તમામ લોકો પર પિચકારીથી રંગ અને પાણી ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કુણાલ ખેમુ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે.

આ વિડિયોમાં કેટલીક તસવીરો પણ જોડવામાં આવી છે, જેમાં કુણાલ ખેમુને પોતાની પત્ની સોહા અને પુત્રી ઇનાયા સાથે પોઝ આપતા જોઈ શકાય છે. સાથે જ વીડિયોની એક ફ્રેમમાં અભિનેત્રી નેહા ધૂપિયાની ઝલક પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) 

સોહા અલી ખાને આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “હેપ્પી હોળી ગર્લ્સ એન્ડ બોયઝ. આભાર @simone.khambatta અને @karanogram શ્રેષ્ઠ પાર્ટી માટે! #હોળી ની શુભકામનાઓ.”

જ્યારે સોહા-ઈનાયા સાથે કુણાલ ખેમુએ બીચ પર કરી હતી મસ્તી: આ પહેલા 9 જાન્યુઆરી, 2023ના રોજ, કુણાલ ખેમુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નવા વર્ષના સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે દરિયા કિનારે બીચ પર પોતાની પુત્રી સાથે રમતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

એક તસવીરમાં કુણાલ ખેમુ પાણીમાં પોતાની પુત્રીને ઊંચી પકડીને ઉભા જોવા મળી રહ્યા હતા. તેમણે આ તસવીરો શેર કરવાની સાથે કેપ્શનમાં ‘બેસ્ટ ડે’ લખ્યું હતું.