દરેક વખતે અશુભ જ નથી હોતું છીંક આવવી, જાણો છીંક સાથે જોડાયેલા શુકન અને અપશુકન

ધાર્મિક

જો તમે જોયું હોય તો આપણા સમાજમાં પ્રાચીન સમયથી ઘણી માન્યતાઓ ચાલી રહી છે, જેનું આજે પણ આપણે પાલન કરીએ છીએ, એવું માનવામાં આવે છે કે આવી ઘણી બધી બાબતો છે જે ક્યાંક ને ક્યાંક છે અથવા કોઈને કોઈ રીતે અથવા તો હંમેશા આપણા જીવનના કાર્યો સાથે જોડાયેલી હોય છે, જેને આપણે શકુન અને અપશુકન સાથે જોડીએ છીએ. આવી જ એક માન્યતા છીંક સાથે જોડાયેલી છે, આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે ઘરની બહાર નીકળતા સમયે છીંક આવવી અપશુકન માનવામાં આવે છે. ચાલો જાણીએ છીંક સાથે જોડાયેલા શુકન અને અપશુન વિશે.

જોકે વિજ્ઞાન અનુસાર એવું માનવામાં આવે છે કે છીંક આવવી એક સામાન્ય માનવ પ્રક્રિયા છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અને શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે છીંક આવવાના કેટલાક ફયદાઓ પણ છે અને કેટલીક વખતે તે અપશુકન પણ માનવામાં આવે છે. છીંક આવવા સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે જે આપણા સમાજમાં આજ સુધી ચાલી રહી છે જેના વિશે આજે આપણે વાત કરીશું.

છીંક સાથે જોડાયેલા શુકન અને અપશુકન: જણાવી દઈએ કે શકુન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે તમારા મિત્રો અથવા સંબંધીઓના ઘરે જઈ રહ્યા છો ત્યારે કોઈ તમારી ડાબી બાજુથી છીંકે છે તો તે અશુભ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં જો ખૂબ જ જરૂરી ન હોય તો તમારે તમારી મુસાફરી ટાળવી જોઇએ.

જણાવી દઈએ કે કોઈ ધાર્મિક પૂજા અથવા યજ્ઞની શરૂઆત દરમિયાને કોઈને છીંક આવે છે તો પૂજા પૂર્ણ થવામાં સમસ્યાઓ આવે છે. આ ઉપરાંત જણાવી દઈએ કે ઘરની બહાર નીકળતા સમયે કોઈ સામેથી છીંકે છે તો માનવામાં આવે છે કે તે કામમાં સમસ્યાઓ આવે છે. પરંતુ જો તે વ્યકતિ એક કરતા વધારે છીંક ખાય છે તો આવી સ્થિતિમાં કહેવામાં આવે છે કે તમારું આ કામ સરળ બની જાય છે.

જણાવી દઈએ કે શકુન શાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભોજન કર્યા પછી છીંકનો અવાજ સાંભળવો અશુભ માનવામાં આવે છે. જો તમે તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે જ સમયે જો તમને છીંક આવવાનો અવાજ સંભળાય છે, તો પછી પ્રવેશને મુલતવી રાખવો યોગ્ય માનવામાં આવે છે.

જણવી દઈએ કે જો કોઈ બિમાર વ્યક્તિ દવા લઈ રહ્યા છે અને જો તે સમયે તેને છીંક આવે તો એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ ઠીક થઈ જશે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ મહેમાન આવે અને જતા સમયે કોઈને છીંક આવે છે તો તે પણ અશુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.