ફ્રોક પહેરીને હસતા જોવા મળી રહેલી આ છોકરી આજે બની ચુકી છે સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર, શું તમે ઓળખી શક્યા, જો નહિં તો અહિ જાણો કોણ છે તે અભિનેત્રી

બોલિવુડ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ટોલીવુડમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમણે આખા દેશમાં નામ કમાવ્યું છે. જો આપણે સાઉથની અભિનેત્રીઓની વાત કરીએ તો તે ખૂબ જ સુંદર છે અને પોતાની બેજોડ એક્ટિંગથી લોકોના દિલ જીતી લે છે.

આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર છે. જો કે તમે તેને ઓળખતા હશો પરંતુ શું તમે તેને બાળપણની આ તસવીરમાં ઓળખી શક્યા જેમાં તે વાદળી રંગનું ફ્રોક પહેરીને હસી રહી છે. જો તમારો જવાબ ના હોય, તો ચાલો અમે તમને જણાવીએ કે આ અભિનેત્રી કોણ છે જે હિટ ફિલ્મો આપે છે.

આ અભિનેત્રી છે તે ક્યૂટ છોકરી: અમે જે અભિનેત્રીની બાળપણની તસવીરો બતાવીને તમને ઓળખવા માટે કહી રહ્યા છીએ તે કોઈ નહીં પરંતુ સામંથા રૂથ પ્રભુ છે. હા, સામંથા સાઉથ ફિલ્મોનું તે નામ છે જે હિટ થવાની ગેરેંટી આપે છે. તેની એક્ટિંગની માત્ર ટોલીવુડ ઈંડસ્ટ્રી જ નહિં પરંતુ બોલીવુડ ઈંડસ્ટ્રી પણ દીવાની છે. તે જેટલી સુંદર છે તેટલી જ ટેલેંટેડ પણ છે.

જે તસવીર અમે તમને બતાવી, તે તેના બાળપણની તસવીર છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. તેમાં તેના ચાહકો લોકોને અભિનેત્રીને ઓળખવાની ચેલેન્જ આપી રહ્યા હતા. જોકે વાદળી રંગનું ફ્રોક પહેરેલી બેબી સામંથાને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.

ચેન્નઈમાં કર્યો છે અભ્યાસ: સામંથા આ સમયે 35 વર્ષની છે. તેનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ થયો હતો. સાઉથની આ અભિનેત્રી ચેન્નાઈમાં જ મોટી થઈ છે. તેના પિતા તેલુગુ હતા જ્યારે માતા તમિલ હતી. આ કારણથી સામંથાને તમિલની સાથે તેલુગુ ભાષા પણ સારી રીતે આવડે છે. જોકે સામંથા પોતાને તમિલ કહેવાનું વધુ પસંદ કરે છે. તેણે પોતાનો ઈંટર સુધીનો અભ્યાસ હોલી એંજલ્સ એંગલો સ્કૂલથી કર્યો છે. ત્યાર પછી સામંથાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી બી.કોમ. ની ડિગ્રી મેળવી છે.

સામંથાના બંને ભાઈ કરે છે નોકરી: સામંથાના પરિવારની વાત કરીએ તો માતા-પિતા ઉપરાંત તેના બે ભાઈઓ છે. બંને ભાઈઓ તેના કરતા મોટા છે. મોટો ભાઈ ડેવિડ અને નાનો ભાઈ જોનાથન બંને નોકરી કરે છે. ડેવિડ જ્યાં મીડિયામાં છે, તો જોનાથન BPOમાં કામ કરે છે. સામંથાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં યે માયા ચેસેવથી કરી હતી. ત્યાર પછી તેણે પાછળ વળીને નથી જોયું અને ટૂંક સમયમાં સુપરસ્ટાર બની ગઈ.

તાજેતરમાં થયા છે છૂટાછેડા: સામંથા જેટલી હિટ ફિલ્મોમાં રહી, તેટલી જ ફ્લોપ પોતાના લગ્નમાં રહી. તેણે સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં હતાં. ત્યાર પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ લગ્ન હૈદરાબાદના કેટલાક મોટા લગ્નોમાં શામેલ છે. જો કે તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને ચાર વર્ષ પછી જ વર્ષ 2021 માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડા પછી તે ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી.

કરોડોમાં છે એક ફિલ્મની ફી: સામંથા પાસે ફિલ્મોની કોઈ કમી નથી. તે આ સમયે પણ ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તેમની પાસે લગભગ 100 કરોડની સંપત્તિ છે. સાથે જ તે વાર્ષિક 8 કરોડ રૂપીયાની કમાણી કરી લે છે. સાથે જ દરેક ફિલ્મ માટે તેની ફી 3 થી 4 કરોડ રૂપિયા છે. તેની હિટ ફિલ્મો વિશે વાત કરીએ તો, ‘મક્ખી’ થી લઈને ‘અ આ’ જેવી ફિલ્મો તો લોકો સાજ સુધી જોવાનું પસંદ કરે છે.