માતા બન્યા અપછી ટીવીથી ગાયબ થઈ ગઈ હતી નાના પડદાની જોધા બાઈ, આજે કંઈક આ હાલતમાં છે પરિધિ શર્મા

બોલિવુડ

ટીવીની દુનિયામાં દર વર્ષે ઘણા શો આવે છે. તેમાંથી ઘણી અભિનેત્રીઓ છે, જેને તેના ઓનસ્ક્રીન નિભાવેલા પાત્રોને કારણે લોકો દાયકાઓ સુધી વાત કરે છે. સાથે જ તે પોતાની એક્ટિંગથી પોતાના શોને પણ ખાસ બનાવે છે. તે શો માંથી એક શો હતો ‘જોધા અકબર’. ‘જોધા અકબર’ માં અભિનેત્રી પરિધિ શર્મા એ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. પરિધિ શએમાને તેના ચાહકો આજે પણ ‘જોધાબાઈ’ ના નામથી જ જાણે છે. તેમનો આ શો વર્ષ 2013 માં આવ્યો હતો. જેને એકતા કપૂરે બનાવ્યો હતો.

પરિધી શર્માએ આ શો દ્વારા ઘણી ઉંચાઈઓ જોઈ હતી. પરિધિ શર્માનો જન્મ 15 મે 1987 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. પરિધી ઈંદોરમાં જ મોટી થઈ હતી. પરીધીએ એમબીએનો અભ્યાસ કર્યો છે. પરંતુ ધંધાના ક્ષેત્રમાં જવા અથવા દરરોજ 9 થી 5 ની નોકરી કરવાના બદલે તેને એક્ટિંગની દુનિયામાં આવવું સારું સમજ્યું.

જણાવી દઈએ કે વર્ષ 2010 માં પરીધિ સ્ટાર પ્લસ સિરિયલ ‘તેરે મેરે સપને’ માં પહેલી વખત જોવા મળી હતી. પરંતુ પરીધીને દેશભરમાં ઓળખ 3 વર્ષ પછી આવેલી સીરીયલ ‘જોધા અકબર’ થી મળી. તે એક ઐતિહાસિક શો હતો. તે એટલો પ્રખ્યાત હતો કે તે ઘણા દિવસો સુધી ટીવી પર ટીઆરપીમાં નંબર વન પર રહ્યો હતો.

પરિધીએ આ શોમાં તેની એક્ટિંગ અને સુંદરતાથી બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા. પરિધિ પર હંમેશા એક આરોપ લાગતો રહે છે કે તેમણે ઈન્ડસ્ટ્રીથી પોતાના લગ્નની વાત છુપાવી હતી.

પરિધિએ જ્યારે સીરિયલ્સની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, તે સમયે તે પહેલાથી પરણિત હતી. વર્ષ 2009 માં પરિધિ એ અમદાવાદના બિઝનેસમેન તન્મય સક્સેના સાથે લગ્ન કર્યા હતા. લગ્નની વાતને તેણે લાંબા સમય સુધી બધાથી છુપાવીને રાખ્યા હતા. જ્યારે તે પડદા પર પહેલી વખત જોધા બનીને સામે આવી હતી, ત્યારે તેના લગ્નના રાજનો પણ ખુલાસો થયો હતો. તેના આ ખુલાસા પછી તેની સફળતાનો શ્રેય તેના પતિ અને સાસરિયાવાળાને જ આપવામાં આવે છે.

પરિધિ શર્માએ 3 વર્ષ સુધી જોધા બાઇ બનીને સ્ક્રીન પર રાજ કર્યું હતું. પરંતુ આ સફળતાને પરિધી ભુલાવી શકી નહિં અને થોડા સમય પછી જ તેણે મેટરનિટી બ્રેક લઈને પડદાથી અંતર બનાવી લીધું હતું. ત્યાર પછી ઘણા વર્ષો સુધી પડદાથી દૂર રહેવા પછી, અભિનેત્રીએ સોની ટીવીના શો ‘પટિયાલા બેબ્સ’થી કમબેક કર્યું હતું. આ શોમાં પરિધીએ ટીનએજર પુત્રીની માતા બબીતાની ભૂમિકા નિભાવી હતી. આ શો પછી તે સીરિયલ ‘જગ જાનની માં વૈષ્ણો દેવી – કહાની માતા રાની કી’માં જોવા મળી હતી. તેની આ સિરિયલ પણ બંધ થઈ ચુકી છે.

પરિધિ શર્મા તેરે મેરે સપને, રુક જાના નહીં, જોધા અકબર, કોડ રેડ, યે કહાં આ ગયે હમ, પટિયાલા બેબ્સ અને જગ જાનની મા વૈષ્ણો દેવી જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. પરીધીની પર્સનલ લાઈફની વાત કરીએ તો પરીધી અને તન્મયના લગ્નને 11 વર્ષથી વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. તેમને રિધર્વ નામનો ચાર વર્ષનો પુત્ર છે.