નાની છોકરીએ આખી સ્કૂલ સામે કર્યો ખૂબ જ સુંદર ડાંસ, તેનો આ ડાંસ વીડિયો જોઈને તમારો પણ દિવસ બની જશે

વિશેષ

જેમ કે આપણે બધા જાણીએ છીએ, સ્કૂલમાં કાર્યક્રમ થતા રહે છે, જે ખરેખર વિદ્યાર્થીઓ માટે કોઈ તહેવારથી ઓછા નથી હોતા. સ્કૂલમાં થતા કાર્યક્રમ એ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હોય છે, જે સ્કૂલને પોતાની સિદ્ધિઓ દર્શાવવાની તક આપે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કુશળતા દરેકને બતાવવાની તક મળે છે. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા નાટક, નૃત્ય, સંગીત અને ઘણી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રદર્શન કરવામાં આવે છે.

કેટલીક વખત નાના બાળકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખૂબ આતુર જોવા મળે છે અને તેમના ડાંસ, ગીતો, એક્ટિંગ દ્વારા દરેકનું મનોરંજન કરે છે. આ દરમિયાન ઇન્ટરનેટ પર એક નાની છોકરીનો સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરફોર્મંસ સ્કૂલમાં દિવાળી સેલિબ્રેશનનો એક ભાગ હોવાનું જણાય છે. આ વીડિયોમાં છોકરી સ્કૂલ ફંક્શનમાં જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહી છે.

સ્કૂલ ફંક્શનમાં નાની છોકરીએ કર્યો ડાન્સ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરીને સ્ટેજ પર મોટી ભીડની સામે પરફોર્મ કરી રહી છે. છોકરીનો ડાન્સ જોવામાં ખૂબ જ ક્યૂટ લાગે છે. આ નાની છોકરી ‘મેરા બલમા બડા સયાના’ ગીત પર ડાન્સ કરી રહી છે. જેવી તે ડાન્સ કરે છે, તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તેના માટે તાળીઓ પાડતા જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

સ્કૂલમાં ડાન્સ કરતી છોકરીનો ડાન્સ વીડિયો જોઈને દરેક તેના દીવાના થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં સુધી તેણે ડાન્સ કરવાનું બંધ ન કર્યું ત્યાં સુધી બધા તાળીઓ પાડતા રહ્યા. ડાન્સ દરમિયાન માત્ર બાળકો જ નહીં પરંતુ સ્કૂલના શિક્ષકો પણ તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. ખુલ્લા મેદાનમાં ડાન્સ કરતી છોકરીનો કોન્ફિડંસ જોવા લાયક છે. આ છોકરીએ ગીત પર સારી રીતે ડાન્સ મૂવ્સ બતાવ્યા. એવું લાગે છે કે તેણે પોતે કોરિયોગ્રાફ કર્યું છે. સોશિયલ મીડિયા પર નાની બાળકીના ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેવો આ વીડિયો શેર કરવામાં આવ્યો ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગયો. આ વીડિયોને 1 લાખ 48 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. સાથે જ 8500 થી વધુ આ વિડિઓને લાઇક્સ મળી ચુકી છે. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું હતું કે “વાહ… અદ્ભુત ડાન્સ નાના બાળક નો.” સાથે એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે “તેના ડાન્સ પરફોર્મન્સમાં પ્રોત્સાહન જુઓ.” ત્રીજા યૂઝરે લખ્યું કે, “આ ખૂબ જ સુંદર વીડિયો છે. આ નાની છોકરીને અભિનંદન. શુભકામનાઓ.” સોશિયલ મીડિયા યુઝર્સને નાની બાળકીના ડાન્સ મૂવ્સ પસંદ આવ્યા. જોકે તમને લોકોને છોકરીનો આ ડાન્સ વિડીયો કેવો લાગ્યો? અમને કમેંટ કરીને જરૂર જણાવો.