કેટરીનાથી લઈને સોનાક્ષી સુધી, આ 6 અભિનેત્રીઓ સલમાનના ડેબ્યુ સમયે હતી ખૂબ જ નાની, આ અભિનેત્રી તો હતી માત્ર 4 મહિનાની

બોલિવુડ

સલમાન ખાનની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. સલમાન ખાને પોતાના શ્રેષ્ઠ કામથી ભારતની સાથે સાથે વિદેશમાં પણ ખાસ અને મોટી ઓળખ બનાવી છે. સલમાન છેલ્લા 33 વર્ષથી ફિલ્મી દુનિયામાં કામ કરી રહ્યા છે અને તે પોતાની સખત મહેનતના કારણે સુપરસ્ટારનો દરજ્જો મેળવવામાં સફળ રહ્યો છે.

સલમાન ખાન 56 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં એક્ટિવ છે. તે આજે પણ મુખ્ય કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સલમાને પોતાના સમકાલીન કલાકારો સાથે તો મોટા પડદા પર ખૂબ રોમાન્સ કર્યો છે, જ્યારે તે પોતાનાથી ઘણા વર્ષો નાની અભિનેત્રીઓ સાથે પણ મોટા પડદા પર રોમાંસ કરવાથી પાછળ નથી રહ્યા.

સલમાનની ઘણી અભિનેત્રીઓ તો એવી રહી કે જ્યારે સલમાને હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો ત્યારે કોઈ એક વર્ષની હતી, તો કોઈ ત્રણ વર્ષની હતી, તો કોઈ પાંચ વર્ષની હતી. ચાલો આજે તમને સલમાન સાથે કામ કરનાર એવી 6 અભિનેત્રીઓ વિશે જણાવીએ.

અનુષ્કા શર્મા: સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સલમાન ખાને વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી હિન્દી સિનેમામાં અભિનેત્રી રેખા અને અભિનેતા ફારૂક શેખની સાથે ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ અયોધ્યામાં થયો હતો. જણાવી દઈએ કે સલમાને અનુષ્કા સાથે ફિલ્મ ‘સુલતાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી. સલમાનના ડેબ્યુ સમયે અનુષ્કા માત્ર 4 મહિનાની હતી.

જરીન ખાન: ઝરીન ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તે સફળ થઈ શકી નથી. કારકિર્દીની શરૂઆતમાં તેની સરખામણી કેટરીના કૈફ સાથે કરવામાં આવી હતી. તેને કેટરિનાની હમશકલ કહેવામાં આવ્યું પરંતુ તે ફ્લોપ રહી. ઝરીન ખાન સાથે પણ સલમાન ખાને કામ કર્યું છે. બંનેની જોડી દર્શકોને ફિલ્મ ‘વીર’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે ઝરીન ખાનનો જન્મ 14 મે 1987ના રોજ થયો હતો. તે સલમાનના ડેબ્યુ સમયે માત્ર એક વર્ષની હતી.

સોનાક્ષી સિન્હા: સોનાક્ષી સિન્હા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી છે. સોનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાન કામ કરી ચુક્યા છે. 56 વર્ષના સલમાનની જોડી 34 વર્ષની સોનાક્ષી સિન્હા સાથે વર્ષ 2010 માં આવેલી ફિલ્મ ‘દબંગ’માં જામી હતી. આ સોનાક્ષીની પહેલી ફિલ્મ હતી અને હિટ રહી હતી. જણાવી દઈએ કે સોનાક્ષીનો જન્મ 2 જૂન, 1987ના રોજ થયો હતો. સલમાનના ડેબ્યુ સમયે તે માત્ર એક વર્ષની હતી.

સ્નેહા ઉલ્લાલ: સ્નેહા ઉલ્લાલને એશ્વર્યા રાયની હમશકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1987માં જન્મેલી સ્નેહા ઉલ્લાલ સલમાનના ડેબ્યૂ સમયે માત્ર એક વર્ષની હતી. તમને જણાવી દઈએ કે સલમાને સ્નેહા સાથે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘લકી નો ટાઈમ ફોર લવ’ માં કામ કર્યું હતું.

કેટરીના કૈફ: સલમાનનો કેટરિના કૈફ સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે. બંને એક સમયે પ્રેમી-પ્રેમિકા રહી ચૂક્યા છે. 38 વર્ષની કેટરીનાએ વર્ષ 2003માં ડેબ્યૂ કર્યું હતું જ્યારે તેનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો. સલમાનના ડેબ્યુ સમયે તે પાંચ વર્ષની હતી. આ બંને કલાકારોએ સાથે ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’, ભારત, એક થા ટાઈગર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સોનમ કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની લાડલી સોનમ કપૂર સાથે પણ સલમાન ખાને કામ કર્યું છે. સોનમથી સલમાન 20 વર્ષ મોટો છે. બંનેની જોડી ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળી હતી. 9 જૂન 1985ના રોજ જન્મેલી સોનમ સલમાનના ડેબ્યૂ સમયે ત્રણ વર્ષની હતી.