કોઈ બાર્બી ડોલથી ઓછી નથી રોહિત શર્માની પુત્રી સમાયરા, ક્યૂટનેસ પર ફિદા છે અખું ઈંટરનેટ

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખેલાડી રોહિત શર્મા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની સાથે-સાથે પોતાના અંગત જીવન માટે પણ ખૂબ હેડલાઈન્સમાં રહે છે. સાથે જ તેમની પત્ની રિતિકા સજદેહ પણ અવારનવાર સ્પષ્ટ નિવેદનો આપે છે જેના કારણે તે લાઇમલાઇટમાં રહે છે. જણાવી દઈએ કે, રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. આ બંનેએ લગ્ન પહેલા લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યાર પછી તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દરમિયાન તેમના ઘરે પુત્રી સમાયરાનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે સમાયરા 4 વર્ષની થઈ ચુકી છે, જેની ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સમાયરાની કેટલીક એવી તસવીરો જે ભાગ્યે જ કોઈએ જોઈ હશે. તો ચાલો જોઈએ સમાયરાની ક્યૂટ તસવીરો.

6 વર્ષની ડેટિંગ પછી કર્યા લગ્ન: સૌથી પહેલા જણાવી દઈએ કે રોહિત શર્મા અને રિતિકા સજદેહના લગ્ન 13 ડિસેમ્બર 2015ના રોજ થયા હતા. બંનેએ મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા, જેમાં બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતના ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. આટલું જ નહીં પરંતુ લગ્ન પછી કપલે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેમાં ઘણી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી. રિપોર્ટ મુજબ રોહિત શર્મા અને રિતિકા એ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરી છે.

તેમના અફેરની કોઈને જાણ ન હતી, જોકે વર્ષ 2015માં IPL દરમિયાન રીતિકા રોહિત શર્માને ચીયર કરવા આવી હતી, જ્યાંથી બંનેના અફેરની વાત સામે આવી હતી. ત્યાર પછી રોહિત રિતિકાને બોરીવલી સ્પોર્ટ્સ ક્લબ લઈ ગયા.

અહીં તેણે એક ઘૂંટણના બળ પર બેસીને રિતિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યો. જોકે આ સમય દરમિયાન રોહિતને બિલકુલ અંદાજ ન હતો કે રિતિકા હા કહેશે કે ના. પરંતુ રોહિતે રિતિકાને પ્રપોઝ કર્યો અને તેણે હા પાડી.

ત્યાર પછી તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ દરમિયાન, વર્ષ 2018 માં, તેમના ઘરે પુત્રી સમાયરાનો જન્મ થયો, જે ખૂબ જ લોકપ્રિય છે. જણાવી દઈએ કે સમાયરા અવારનવાર પોતાના પિતા રોહિત શર્મા અને માતા રિતિકા સાથે જોવા મળે છે. ઘણી વખત સમાયરા તેના પિતાને ચીયર કરવા સ્ટેડિયમ પણ પહોંચી જાય છે.

ખૂબ જ ક્યૂટ છે સમાયરા: જેમ તસવીરમાં જોઈ શકાય છે કે સમાયરા ખૂબ જ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. તે મોટાભાગે પોતાના પિતા રોહિત શર્મા સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે. આ ઉપરાંત તેની ક્યૂટ અને સ્ટાઇલિશ તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે.

જણાવી દઈએ કે સમાયરાના જન્મ સમયે તેનું નામ પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ખરેખર સમાયરાના નામનો અર્થ છે – ભગવાન દ્વારા રક્ષિત, અભિભાવક અને જાપ કરવા..’ જ્યારે ક્રિકેટરે આ નામનો ખુલાસો કર્યો હતો, ત્યારે લોકોને તે ખૂબ પસંદ આવ્યું.

જણાવી દઈએ કે, સમાયરા અવારનવાર મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળે છે. જ્યારે પણ રિતિકા અને રોહિત શર્મા ફરવા જાય છે ત્યારે તેઓ તેમની પુત્રી સાથે ખૂબ એન્જોય કરે છે. તાજેતરમાં જ સમાયરાએ 30 એપ્રિલે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેણે તેના પિતા માટે જન્મદિવસનું કાર્ડ પણ બનાવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.