મહેશ બાબૂની આ ફિલ્મથી સિતારા એ કર્યું એક્ટિંગ ડેબ્યૂ, જુવો તેના એક્ટિંગ ડેબ્યૂની પહેલી ઝલક

બોલિવુડ

જ્યારે પણ સાઉથના સુપરસ્ટાર્સની વાત થાય અને તેમાં મહેશ બાબુનું નામ ન આવે એવું કેવી રીતે બની શકે છે. મહેશ બાબુએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ દ્વારા બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે પણ તેમનો ચાર્મ ટોલીવુડમાં અકબંધ છે. મહેશ બાબુની જેમ તેમની પુત્રી પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે.

દુનિયાભરમાં છે સિતારાની ફેન ફોલોઈંગ: હા… મહેશ બાબુની પુત્રી સિતારા ઘટ્ટામનેની ટોલીવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર કિડ છે. પોતાની ક્યૂટ તસવીરો અને વીડિયો દ્વારા સિતારાની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ છે. તેના ચાહકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. આવી સ્થિતિમાં ચાહકો તેના એક્ટિંગ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા હતા. હવે સિતારાએ પોતાના ચાહકોને વધુ રાહ ન જોવડાવીને તેમને ગુડ ન્યૂઝ આપ્યા છે. સિતારાએ એક્ટિંગ ડેબ્યૂ કરી લીધું છે.

આ ફિલ્મના ગીતથી કર્યું ડેબ્યુ: સિતારા પોતાના પિતા મહેશ બાબુની આગામી ફિલ્મ ‘સરકારુ વારી પતા’થી પોતાની એક્ટિંગ અકરકિર્દીની શરૂઆત કરી રહી છે. સિતારાએ આ ફિલ્મના ગીત ‘પેની’માં પોતા પિતા સાથે ડાન્સ કર્યો છે. તેણે સ્ટેપ્સ મેચ કર્યા અને ગીતને લિપ-સિંક પણ કર્યું. સિતારા પિતા મહેશ બાબુ સાથે પોતાના એક્સપ્રેશન, ડાન્સ મૂવ્સથી ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે.

પેનીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ: સિતારાએ પેનીનો પ્રોમો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં સિતારાએ લખ્યું, “#Penny માટે #SarkaruVaariPaata ની અદ્ભુત ટીમ સાથે મળીને ખૂબ જ ખુશ છું. નન્ના, હું આશા રાખું છું કે હું તમને ગર્વ અનુભવ કરાવી રહું છું. સરકારૂ વારી પાતાની આખી ટીમે ‘રાજકુમારી સિતારાનું સ્વાગત કર્યું.”

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) 

ગીતને મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોંસ: ‘પેની’ ગીતમાં સિતારા મોટા પડદા પર ખૂબ જ સુંદર લાગી રહી છે. અત્યારે ગીતનો પ્રોમો હવે બહાર આવ્યો છે. તેના નિર્માતાઓએ ઘોષણા કરી કે આખું ગીત રવિવારે રિલીઝ કરવામાં આવશે. સિતારાના પેની ગીતના પ્રોમોને જબરજસ્ત રિસપોંસ મળ્યો છે. તેના અનોખા ડાન્સ સ્ટેપ્સ અને સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું. થમન દ્વારા રચાયેલ મ્યુઝિક સિંગલ ‘કલાવતી’ અત્યારે પણ હિટ લિસ્ટમાં ટોપ પર છે. ચાહકો આ ગીતને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ: રિપોર્ટ્સ મુજબ સિતારા ડાન્સ માટે એની માસ્ટર પાસેથી ટ્રેનિંગ લે છે. પેની સોંગ માટે પણ તેમણે જ તૈયાર કરી છે. સિતારાને ચાહકો અભિનંદન આપી રહ્યા છે. નોંધપાત્ર છે કે ‘સરકારુ વારી પાટા’નું નિર્દેશન પરશુરામ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં મહેશ બાબુની સાથે કીર્તિ સુરેશ જોવા મળશે. આ ફિલ્મ 12 મેના રોજ રિલીઝ થશે.

વેરિફાઈડ છે સિતારાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ: જણાવી દઈએ કે સિતારાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ છે અને તેની સારી ફેન ફોલોઈંગ છે. સિતારાના ઇન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાની તસવીર અને વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. ચાહકો પણ સિતારાના વીડિયો જોવા માટે આતુરતાથી રાહ જુવે છે. આ સમયે ચાહકો સિતારાનું ‘પેની’ ગીત જલદી રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.