રામાયણની સીતા રીયલ લાઈફમાં છે ખૂબ જ સુંદર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

ટીવીની સૌથી પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં માતા સીતાની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ ચૂકેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા અવારનવાર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા કંઈક પોસ્ટ કરતી રહે છે. ટીવી દુનિયામાં સીરિયલ ‘રામાયણ’ નું નામ ખૂબ જ સમ્માન સાથે લેવામાં આવે છે. ટીવીના ઇતિહાસમાં આ સિરિયલ અમર બની ગઈ છે.

રામાયણમાં જ્યાં દીપિકા ચિખલીયાએ માતા સીતાની ભૂમિકા નિભાવી હતી, તો અભિનેતા અરૂણ ગોવિલે ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવી હતી. જણાવી દઈએ કે વર્ષ 1987 માં રામાયણ પ્રસારિત તહી હતી. તેનું નિર્દેશન દિવંગત રામાનંદ સાગરે કર્યું હતું. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સમય તે હતો, જ્યારે રામાયણ ટીવી પર આવતી હતી ત્યારે લોકો પરિવાર સાથે બેસીને તેને જોતા હતા. દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ ને લોકો રિયલમાં પૂજવા લાગ્યા હતા. કલાકારોએ પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવ્યું હતું.

ગયા વર્ષે જ્યારે કોરોના મહામારીને કારણે સંપૂર્ણ લોકડાઉન લાગ્યું હતું, ત્યારે ભારત સરકારે ‘રામાયણ’ ફરીથી પ્રસારિત કરી હતી. આ સિરિયલે આ સમયગાળા દરમિયાન ટીઆરપીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. રામાયણને ત્યારે પણ તેવો જ પ્રેમ મળ્યો હતો જેવો 33-34 વર્ષ પહેલા 1985 અને 1988માં મળ્યો હતો. આ સાથે જ રામાયણની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે શોના મુખ્ય પાત્રો ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમાં દીપિકા ચિખલીયાનું નામ પણ શામેલ છે.

સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી દીપિકા ચીખલીયા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં, તે તેના તાજેતરના એક વિડિઓ માટે હેડલાઇન્સમાં છે. જેમાં ચાહકોને તેમની નવી સ્ટાઇલ જોવા મળી રહી છે. તેનો આ નવો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેની ઉપર જોરદાર કમેંટ્સ કરી રહ્યા છે.

દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બોલિવૂડનું સુપરહિટ ગીત ‘અજીબ દસ્તાન હૈ યે …’ વાગી રહ્યું છે અને દીપિકા પણ આ ગીત ગાતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તેના એક્સપ્રેશન ખરેખર જોવા લાયક છે. તેને ગ્રીન કલરના ઈંડિયન આઉટફિટ કેરી કર્યા છે અને તે ખૂબ જ સરળતા સાથે જમીન પર બેઠી છે.

દીપિકા ચીખલીયાને ચાહકોએ ‘રામાયણ’ તેમજ ‘વિક્રમ ઔર બેતાલ’, ‘લવ-કુશ’, ‘દાદા દાદી કી કહાની’, ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ જેવી ઘણી સિરિયલોમાં પણ જોઇ છે. જ્યારે તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.