લાકડાં સળગાવીને ચૂલ્હા પર ભોજન બનાવતા જોવા મળી ‘રામાયણ’ ની સીતા, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે દસ્તક આપી શકે છે. જોકે આ વખતે ગયા વખત જેવું લોકડાઉન ભાગ્યે જ લાગશે. 2020 માં કોરોના મહામારીને કારણે લાંબું લોકડાઉન લાગ્યું હતું. લોકો પોતાના ઘરમાં કેદ થઈને કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં ટીવી પર રામાયણ સિરિયલ પ્રસારિત કરવામાં આવી હતી.

રામાયણની સીતાએ ચૂલ્હા પર રાંધ્યું ભોજન: રામાયણના રી-ટેલિકાસ્ટ પછી તેમાં કામ કરતા તમામ કલાકારો ફરી ચર્ચામાં આવી ગયા હતા. રામાયણમાં સીતાનું પાત્ર નિભાવનાર દીપિકા ચિખલિયાની વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મળી હતી. આ દિવસોમાં દીપિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ચૂલ્હા પર ભોજન બનાવતા જોવા મળી રહી છે.

લોકોએ કહ્યું વનવાસ પરત અવ્યા શું: રામાયણની સીતા એટલે કે દીપિકા ચીખલિયાને આ રીતે ભોજન બનાવતા જોઈને લોકોને તેમના રામાયણના દિવસો યાદ આવી ગયા. એક યુઝરે કહ્યું, “સીતાજી વનવાસ દરમિયાન પણ આ જ રીતે ભોજન બનાવતા હતા.” પછી અન્યએ લખ્યું, “શું સીતા માતા ફરીથી વનવાસ પરત ફર્યા છે?” સાથે જ એક કમેન્ટ આવી, “આ જોઈને મને રામાયણનો તે સીન યાદ આવી ગયો જેમાં તમે લવ કુશ સાથે જંગલમાંથી લાકડા લાવીને ભોજન બનાવી રહ્યા છો.”

રામાયણનું પહેલી વખત પ્રસારણ 25 જાન્યુઆરી 1987ના રોજ શરૂ થયું હતું. તે જુલાઈ 1988 સુધી ટીવી પર પ્રસારિત થઈ હતી. ગયા મંગળવારે રામાયણના પહેલા પ્રસારણને 35 વર્ષ પૂરા થયા. આ પ્રસંગ પર દીપિકાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રામાયણનું પોસ્ટર શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) 

દીપિકાએ લખ્યું, “આજે (25 જાન્યુઆરી) રામાયણનું પહેલું પ્રસારણ હતું. એવું લાગે છે કે તે કાલની જ વાત હોય. મને યાદ છે મેં તેને પાપાના ઘરે જોયું હતું. રૂમમાં ત્યારે ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. ત્યારે ઈતિહાસ રચાયો હતો.”

હદથી વધુ હતી લોકપ્રિયતા: રામાયણ જ્યારે ટીવી પર આવતી હતી ત્યારે રસ્તાઓ પર સન્નાટો થઈ જતો હતો. લોકો ટીવી સામે ચિપકી રહેતા હતા. ત્યારે ટીવી ઓછી હતી એટલે લોકો એકબીજાના ઘરે જઈને જોતા. ઘણા લોકોએ રામાયણના ચક્કરમાં નવું ટીવી પણ લીધું હતું. દીપિકાને સીતાનો રોલ 25 કલાકારોને હરાવીને મળ્યો હતો. આ શો પછી લોકો તેમની પૂજા કરવા લાગ્યા હતા.

તેમની લોકપ્રિયતા જોઈને ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. દીપિકાએ રામાયણ ઉપરાંત અન્ય ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું પરંતુ તે માતા સીતાની છબીમાંથી બહાર નીકળી ન શકી.

તેમને આપણે ‘ભગવાન દાદા’ (1986), ‘રાત કે અંધેર મેં’ (1987), ‘ખુદાઈ’ (1994), ‘સુન મેરી લૈલા’ (1985), ‘ચીખ’ (1986), ‘આશા ઓ ભાલોબાશા’ (બંગાળી, 1989) અને ‘નાંગલ’ (તમિલ, 1992) જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છીએ. તેમાં મોટાભાગની ફિલ્મો બી-ગ્રેડની હતી. 2017માં દીપિકાએ ગુજરાતી સીરિયલ ‘છુટા છેડા’થી નાના પડદા પર કમબેક કર્યું હતું. દીપિકા ટૂંક સમયમાં રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરના શો ‘જય માતા વૈષ્ણવ દેવી કી’માં પણ જોવા મળશે.