હોટનેસ અને બોલ્ડનેસમાં સોનાક્ષી સિન્હાને ટક્કર આપે છે તેની ભાભી તરુણા, જુવો તેની બોલ્ડ તસવીરો

બોલિવુડ

ભારતમાં જો કે દરેક સંબંધ ખૂબ જ વિશેષ હોય છે. દરેક સંબંધોનો પોતાનો અર્થ હોય છે. પરંતુ વાત જ્યારે નણંદ-ભાભીના સંબંધની આવે છે, તો પછી તે વધુ વિશેષ બની જાય છે. ઘણીવાર નણંદ ભાભીના સંબંધમાં ખાટા-મીઠા સંબંધ જોવા મળે છે. સામાન્ય રીતે ઘણી જગ્યાએ નણંદ-ભાભીનો સંબંધ જામતો નથી. આ સંબંધ એવો હોય છે કે તેને ખૂબ સહજતાથી રાખવામાં આવે છે. આજે આપણે આ સંબંધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સોનાક્ષી સિંહા અને તેની ભાભી વિશે.

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ તેની ભાભી તરુણા અગ્રવાલ સાથે મજબૂત અને પ્રેમાળ બોન્ડ ધરાવે છે. સોનાક્ષીની ભાભી તરુણા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ સોશ્યલ મીડિયા પર તે ઘણી વાર સોનાક્ષી સાથે જોવા મળે છે. આ બંનેની તસવીર જોઈને એમ કહી શકાય કે સોનાક્ષી અને તરુણા માત્ર ભાભી જ નહીં પરંતુ એક સારા મિત્ર પણ છે. સોનાક્ષી તેની ભાભી સાથે બિલકુલ બહેનની જેમ રહે છે. આ સાથે તરુણા સોનાક્ષીને ખૂબ પ્રેમ કરે છે.

જણાવી દઈએ કે 18 જાન્યુઆરી, 2015 ના રોજ સોનાક્ષીના ભાઈ કુશના લગ્ન તરુણા અગ્રવાલ સાથે થયા હતા. તરૂણા અગ્રવાલ લંડનના મોટા એનઆરઆઈ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ભાઈના લગ્ન સમયે સોનાક્ષી ખૂબ જ ઉત્સાહિત હતી. કારણ કે તે જાણતી હતી કે તેને ભાભીના રૂપમાં મિત્ર મળશે. લગ્નની તસવીર સોનાક્ષીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાના પુત્ર કુશના લગ્નમાં ઘણા મહેમાનો અને રાજકારણ સાથે જોડાયેલા લોકો શામેલ થયા હતા. પરંતુ સૌથી વધુ હેડલાઇન્સ બની હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવવા પર. કુશ અને તરુણાના લગ્નમાં દેશના વડા પ્રધાન મોદી પણ આશીર્વાદ આપવા માટે શામેલ થયા હતા. આ લગ્નમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, જયા બચ્ચન, ટીના અંબાણી, પૂનમ ઢિલ્લોન ઉપરાંત ઘણા બોલિવૂડ સ્ટાર્સ શામેલ થયા હતા.

સોનાક્ષી સિન્હા વિશે વાત કરીએ તો સોનાક્ષીએ 2005 માં ‘મેરા દિલ લેકે દેખો’ ફિલ્મથી કોસ્ટ્યૂમ ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2010 માં સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે વર્ષ 2010 માં આવેલી ફિલ્મ દબંગથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આજે તેનો જન્મદિવસ પણ છે. સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987 ના રોજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાના ઘરે થયો હતો. નોંધપાત્ર વાત એ છે કે, 2014 માં, સોનાક્ષીએ સુપરસ્ટાર રજનીકાંત સાથે લિંગા ફિલ્મથી તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી તેના ડિજિટલ ડેબ્યૂ પણ માટે તૈયાર છે.

સોનાક્ષી અને તરુણાનો ખાસ બોન્ડિંગ આ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં તરુણા તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. આવી સ્થિતિમાં દરેક વખતે સોનાક્ષી તેની ભાભીને અલગ અલગ રીતે જન્મદિવસ વિશ કરે છે. સોનાક્ષી તેના પરિવારના દરેકની ખૂબ જ લાડલી છે. તેની ભાભી તરુણા પણ આ વાત સારી રીતે સમજે છે. એટલા માટે જ તેનો બોન્ડ સોનાક્ષી સાથે ઘણો સારો છે.