બોલીવુડ અભિનેત્રીઓથી પણ સુંદર છે વિરાટ કોહલીની ભાભી, દેવરાની અનુષ્કા સાથે છે કંઈક આવો સંબંધ

રમત-જગત

ટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને દરેક વ્યક્તિ ઓળખે છે. ક્રિકેટની દુનિયામાં તે એક મોટું નામ છે. તેની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. રમત ઉપરાંત વિરાટ પોતાના લુક અને સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. તે એટલા હેન્ડસમ છે કે તેની સામે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ફિક્કા લાગે છે. વિરાટની સાથે સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ ગજબની સુંદર છે. આ કપલે 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા કોહલી છે.

હવે વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા વિશે તો તમે સારી રીતે જાણો છો. પરંતુ આજે અમે તમને વિરાટ કોહલીની ભાભીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. સુંદરતાની બાબતમાં વિરાટની ભાભીનો પણ કોઈ જવાબ નથી. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. ચેતના, વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીની પત્ની છે. બંનેએ થોડા વર્ષ પહેલા લગ્ન કર્યા છે.

સુંદરતામાં આપે છે દેવરાની અનુષ્કાને ટક્કર: વિરાટની ભાભી ચેતના કોહલીની સુંદરતાની તુલના તેની દેવરાની એટલે કે અનુષ્કા શર્મા સાથે પણ કરી શકાય છે. ચેતનાને જોઈને લાગે છે કે તે બોલિવૂડ અભિનેત્રી જેટલી જ સુંદર છે. જોકે માત્ર ચેતના જ નહીં પરંતુ તેનો પતિ વિકાસ કોહલી પણ તેના નાના ભાઈ વિરાટ જેવો ખૂબ જ સુંદર અને ગુડ લુકિંગ છે.

ફિટનેસને લઈને છે જાગૃત: ચેતના કોહલી પણ પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સમયસર ઊઠવું, એક્સરસાઈઝ કરવી અને સ્વસ્થ ખાવું એ બધું તેમની દિનચર્યામાં શામેલ છે.

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ: ચેતના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહિં તે અવારનવાર પોતાની અને પરિવારની તસવીરો શેર કરતી રહે છે. જોકે તેની વધુ ફેન ફોલોઈંગ નથી. તેનું એક કારણ એ છે કે તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

ખાસ પ્રસંગો પર મળે છે જોવા: ચેતના કોહલી અને વિકાસ કોહલી હંમેશા ખાસ પ્રસંગો પર જોવા મળે છે. જ્યારે પણ પરિવારમાં કોઈ ફંક્શન હોય છે ત્યારે બંને ચોક્કસ તેમાં સામેલ થાય છે. વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટીમાં આ કપલને ખૂબ કવરેજ મળ્યું હતું.

લક્ઝરી લાઈફ જીવે છે વિરાટની ભાભી: વિરાટ કોહલીની જેમ તેની ભાભી પણ એક લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. તે તેના પતિ વિકાસ સાથે દિલ્હીમાં રહે છે. ચેતના વ્યવસાયે હાઉસવાઈફ છે. તે પોતાની લક્ઝુરિયસ લાઈફને ખૂબ એન્જોય કરે છે. તેનું ઘર પણ ખૂબ જ સુંદર છે.

દેવરાની અનુષ્કા સાથે છે આવો સંબંધ: અનુષ્કા શર્મા રિલેશનમાં ચેતના કોહલીની દેવરાની છે. સામાન્ય રીતે દેવરાની-જેઠાણી ની એકબીજા સાથે જામતી નથી, પરંતુ અનુષ્કા-ચેતનાના કિસ્સામાં એવું નથી. બંને દેવરાણી અને જેઠાણી એકબીજાને ખૂબ પસંદ કરે છે. તેઓ ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. બંને એકબીજાનું ધ્યાન પણ રાખે છે.