3 જુલાઈ 2022, રવિવારના રોજ મિસ ઈન્ડિયા 2022 ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી અને આ સ્પર્ધા કર્ણાટકની સિની શેટ્ટીએ જીતી હતી. હા, 21 વર્ષની સિની શેટ્ટી મિસ ઈન્ડિયા 2022 બની ગઈ છે. આ વખતે મિસ ઈન્ડિયાની રેસમાં 31 સુંદરીઓ વચ્ચે સખત ટક્કર હતી. પરંતુ બધાને પાછળ છોડીને સિની શેટ્ટીએ આ સુંદર સ્થાન મેળવ્યું છે.
જણાવી દઈએ કે આ વખતે મિસ ઈન્ડિયા ફિનાલે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. મોટા પાયે આયોજિત આ કાર્યક્રમમાં તમામ સ્પર્ધકોએ પોતાની સુંદરતા ની સાથે-સાથે પોતાની ઓન ધ સ્પોટ જવાબ આપવાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લીધું. પરંતુ આ સ્પર્ધામાં સૌથી આગળ કર્ણાટકની સિની શેટ્ટી રહી, જેને આ વર્ષની મિસ ઈન્ડિયા ઘોષિત કરવામાં આવી.
ફર્સ્ટ અને સેકંડ રનર અપ: જ્યારે સિની શેટ્ટીના માથા પર મિસ ઈંડિયાનો તાજ સજ્યો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવતે ફેમિના મિસ ઈન્ડિયા 2022નો ફર્સ્ટ રનર અપનો તાજ જીત્યો. જ્યારે ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ ફેમિના મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ રહી. મિસ ઈન્ડિયા 2022 વિનર એટલે કે સિની શેટ્ટીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. દરેક આ બ્યૂટી વિથ બ્રેન વિશે જાણવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
આ હતા મિસ ઈન્ડિયા 2022ના જજ: જણાવી દઈએ કે દર વખતની જેમ આ વખતે પણ મિસ ઈન્ડિયા સ્પર્ધા ખૂબ જ સખત અને મનોરંજક રહી. સ્પર્ધા એટલી કડક હતી કે 6 જજની પેનલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક વિનરની પસંદગી કરી. આ વખતે જજની પેનલમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા, ડીનો મોરિયા, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શ્યામ ડાબર શામેલ રહ્યા. આટલું જ નહીં પરંતુ અન્ય ઘણી બોલીવુડ હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં શામેલ થઈ.
View this post on Instagram
કૃતિ સેનનથી લઈને અન્ય ઘણી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર પોતાના જલવા ફેલાવતા જોવા મળી. બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા માટે આ તક સૌથી ખાસ હતી, એવું એટલા માટે કારણ કે નેહા ધૂપિયાને પણ મિસ ઈન્ડિયાનો તાજ જીત્યાને 20 વર્ષ થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં તેની આ સફળતાને પણ કાર્યક્રમ દરમિયાન સેલિબ્રેટ કરવામાં આવી.
ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે સિની શેટ્ટી: જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા 2022ની વિનર બનેલી સિની શેટ્ટી હવે 21 વર્ષની થઈ ચુકી છે. સિની શેટ્ટી કર્ણાટકની રહેવાસી છે પરંતુ તેનો જન્મ માયાનગરી મુંબઈમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું. સિની શેટ્ટી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત તે અત્યારે ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) કોર્સ કરી રહી છે.
મિસ ઈન્ડિયાનો તાજ જીતનાર સિની શેટ્ટી માત્ર અભ્યાસમાં જ સારી નથી, પરંતુ તેની સાથે તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ છે. હા, સિની શેટ્ટી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. જ્યારે સિની શેટ્ટી માત્ર 4 વર્ષની હતી, ત્યારથી તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. 14 વર્ષની ઉંમર સુધી તેણે ઘણા સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપ્યું. હવે સિની શેટ્ટી એક પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. સિની શેટ્ટીએ પોતાના કેટલાક ડાન્સિંગ વીડિયો પણ રિલીઝ કર્યા છે, જે લોકપ્રિય થઈ ચુક્યા છે.