ગર્લફ્રેંડ પ્રિયા બેનીવાલ સાથે લગ્નના બંધનમાં બંધાયા સિંગર મિલિંદ ગાબા, જુવો તેમના લગ્નની મનમોહક તસવીરો

બોલિવુડ

પ્રખ્યાત પંજાબી સિંગર અને બિગ બોસના સ્પર્ધક રહી ચુકેલા મિલિંદ ગાબાએ તાજેતરમાં 16 એપ્રિલ 2022ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા છે અને આ સ્ટાર કપલના ગ્રેંડ વેડિંગની તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મિલિંદ ગાબા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નામ છે.

મિલિંદે પોતાની સિંગિંગ કારકિર્દીમાં ઘણા સુપરહિટ ગીત ગાયા છે, જો કે તેમને સૌથી વધુ લોકપ્રિયતા ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ ઓટીટી થી મળી હતી. સાથે જ વાત કરીએ મિલિંદ ગાબાની પત્ની બનેલી પ્રિયા બેનીવાલ વિશે તો પ્રિયા વ્યવસાયે પ્રખ્યાત YouTuber અને ફેશન ઈનફ્લુએંસર છે.

મિલિંદ ગાબા તાજેતરમાં જ 16મી એપ્રિલે પ્રિયા બેનીવાલ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચુક્યા છે અને હવે સોશિયલ મીડિયા પર મિલિંદ અને પ્રિયાના લગ્નની ઘણી તસવીરો સામે આવી ચુકી છે. સામે આવેલી તસવીરોમાં નવપરણિત કપલ ​​પ્રિયા અને મિલિંદ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને આ બંને પોતાના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

વાત કરીએ આઉટફિટ વિશે તો પોતાના લગ્નમાં મિલિંદ ગાબાએ ગોલ્ડન કલરની ફ્લોરલ શેરવાની પહેરી હતી અને તેની સાથે મેચિંગ સાફા અને દોશાલા સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. સાથે જ દુલ્હન પ્રિયા બેનીવાલ મરૂન કલરના લહેંગામાં બલાની સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ બંનેના લગ્નની તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે અને આ કપલના ચાહકો આ તસવીરો પર ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

લગ્ન પહેલા મિલિંદ ગાબા અને પ્રિયાની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી હતી અને પોતાની મહેંદી સેરેમનીમાં જ્યાં મિલિંદ ગાબા કુર્તા પાયજામા પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા, તો પ્રિયા પિંક કલરના લહેંગામાં પરીઓની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલની સંગીત સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને આ કપલે દિલ્હીમાં પોતાની સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલની સંગીત સેરેમનીમાં મ્યૂઝિક ઈંડસ્ટ્રીની ઘણી દિગ્ગઝ હસ્તીઓ શામેલ થઈ હતી જેમાં ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારથી લઈને મીકા સિંહ, ગુરુ રંધાવા, સપના ચૌધરી, સુરેશ રૈના, પ્રિન્સ નરુલા અને સુયશ રાય સુધી ઘણા પ્રખ્યાત સિંગર જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર મિલિંદની સંગીત સેરેમનીની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. સાથે જ આ દિવસોમાં, મિલિંદ અને પ્રિયા પોતાના લગ્નની તસવીરો માટે ખૂબ હેડલાઇન્સ બનાવી રહ્યા છે અને આ કપલના લગ્નની સુંદર તસવીરો આ દિવસોમાં ઇન્ટરનેટ પર છવાયેલી છે. મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

સાથે જ મિલિંદે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના સંઘર્ષના દિવસોમાં તેમની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલે હંમેશા તેનો સાથ આપ્યો હતો. મિલિંદ મુજબ પ્રિયા બેનીવાલ તેના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે અને હવે આ બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે અને પોતાના લગ્નજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે.