જો આજે જીવિત હોત તો બોલીવુડ પર રાજ કરતા હોત આ સિંગર, ‘નેહા કક્કર’ ને પણ ચટાવી ચુક્યો છે ધૂળ

Uncategorized

‘સંદીપ આચાર્ય’ તમારામાંથી ભાગ્યે જ કોઈ આ નામ ભૂલી ગયા હશે. આ તે જ વ્યક્તિ છે જેણે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલની બીજી સીઝન (2006) જીતી હતી. રાજસ્થાનના બિકાનેર સાથે સંબંધ ધરાવતા સંદીપ આ સિઝનમાં નેહા કક્કર જેવા પ્રખ્યાત સિંગરને હરાવીને વિજેતા બન્યો હતો. આ સીઝનમાં, નેહા એક સ્પર્ધક તરીકે આવી હતી અને તે વચ્ચે જ બહાર થઈ ગઈ હતી. આ શોમાં એનસી કરૂણ્યા અને અનુજ શર્મા જેવા ધુરંધર સિંગર પણ હતા પરંતુ તેઓ પણ સંદીપ સામે ટકી શક્યા ન હતા.

ખૂબ જ દુઃખની વાત છે કે સંદીપનું માત્ર 29 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. જો આજે તે જીવિત હોત, તો તે 4 ફેબ્રુઆરીએ તેમનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તે એક પ્રખ્યાત સિંગર હોત, પરંતુ ઉપરવાળાને કંઈક બીજું જ મંજૂર હતું. 4 ફેબ્રુઆરી 1984 ના રોજ રાજસ્થાનના બીકાનેરમાં જન્મેલા સંદીપે 15 ડિસેમ્બર 2013 ના રોજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

સંદીપને કમળો થયો હતો. પહેલા તેમની સારવાર બીકાનેરમાં થઈ અને પછી તેને ગુડગાંવ લાવવામાં આવ્યા. તેમના મૃત્યુના 20 દિવસ પહેલા જ પત્ની નમ્રતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. બંનેના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. સંદીપના મોતથી તેના પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. મનોરંજનની દુનિયાના લોકોએ પણ તેના મૃત્યુનો શોક કર્યો હતો. ઇન્ડિયન આઇડોલ 2 ના જજ ફરાહ ખાન પણ સંદીપના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખી થયા હતા.

ફરાહે કહ્યું કે ‘સંદીપ મારો ફેવરિટ સિંગર હતો. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. આ તેના જવાનો સમય ન હતો. તેના મૃત્યુની વાત સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. શોના ફર્સ્ટ રનર અપ કરુણ્યાને પણ સંદીપના મૃત્યુનું ખૂબ દુઃખ થયું હતું. તેણે ઈન્ડિયન આઇડોલમાં સંદીપ સાથે ઘણા સારા પરફોર્મંસ આપ્યા હતા. એકવાર શોમાં કાજોલ પણ જોવા મળી હતી. તે પણ સંદિપના ગીતની દીવાની બની ગઈ હતી.

સંદીપને નાનપણથી જ ગીત ગાવાનો ખૂબ શોખ હતો. તેના પરિવારના સભ્યો સંદીપની આ કુશળતા વિશે જાણતા ન હતા. સંદીપે એક વખત શાળાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં તે રનર અપ રહ્યો હતો. અહીંથી તેમને સિંગર બનવાનો શોખ થયો. આ પછી સંદીપે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ સતત આગળ વધવાનો પ્રયત્ન કરતા રહ્યા. પોતાની કુશળતાના આધારે તે ઈંડિયન આઈડોલ સીઝન 2 ના વઇનર પણ બન્યા.

રાજસ્થાનના વતની આઇડોલના 12 ના સ્પર્ધક સવાઈ ભાટ કહે છે કે સંદીપ નાનપણથી જ ઈન્ડિયન આઇડોલમાં જવાનું સપનું જોતો હતો. મોટા થઈને તેમણે માત્ર આ સપનું પૂર્ણ જ કર્યું નહિં પરંતુ આ શોમાં જીત મેળવીને નવું લક્ષ્ય પણ મેળવ્યું. તે સવાઈ ભાટના આઈડલ પણ હતા. ભગવાન સંદીપની આત્માને શાંતિ આપે.

27 thoughts on “જો આજે જીવિત હોત તો બોલીવુડ પર રાજ કરતા હોત આ સિંગર, ‘નેહા કક્કર’ ને પણ ચટાવી ચુક્યો છે ધૂળ

Leave a Reply

Your email address will not be published.