ગુરૂવારના દિવસે કરો આ સરળ ઉપાય, ખુલી જશે નસીબ, મળશે ઈચ્છિત ચીજ

ધાર્મિક

ગુરુવારનો દિવસ બૃહસ્પતિ દેવને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાઈ છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, તે લોકોએ આ દિવસે બૃહસ્પતિ દેવની પૂજા જરૂર કરવી જોઈએ. આ ઉપરાંત ધન, શિક્ષણ, પુત્ર અને કોઈ પણ ઈચ્છિત પરિણામ મેળવવા માટે બૃહસ્પતિ દેવની પૂજા અને ગુરુવારના ઉપાય કરો.

ટૂંક સમયમાં થઈ જશે લગ્ન: જે લોકોના લગ્નમાં અવરોધો આવી રહ્યા છે. તે લોકો ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરો. ખરેખર કેળાના વૃક્ષ પર બૃહસ્પતિનો વાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. વૃક્ષની પૂજા કરતી વખતે વૃક્ષ પર પાણી, ચણાની દાળ અને હળદર ચળાવો. ત્યાર પછી એક દીવો પ્રગટાવી દો. સતત 11 ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી લગ્ન જલ્દી થઈ જાય છે.

સંતાન સુખ માટે: જે લોકોને બાળક નથી થઈ રહ્યું તે લોકો પણ કેળાના વૃક્ષની પૂજા કરો. પૂજા કરતી વખતે બૃહસ્પતિ દેવની કથા જરૂર વાંચો. કથા પૂર્ણ થયા પછી ઉભા થઈ બૃહસ્પતિ દેવની આરતી કરો. આ ઉપાય કરવાથી બાળકનું સુખ પ્રાપ્ત થઈ જશે.

અર્પણ કરો આ ચીજો: ગુરુવારના દિવસે મંદિરમાં જઈ ચણાની દાળ અને કેસર ચળાવો. ત્યાર પછી કેસરનું તિલક માથા પર લગાવી લો. આ ઉપાય કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જશે.

કેળાનું દાન કરો: જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ ભારે છે તે લોકો કેળાનું દાન કરો. કેળાનું દાન કરવાથી ગુરુ દોષ પૂર્ણ થઈ જાય છે. ગુરુ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે સૂર્યદેવને હળદરના પાણીથી અર્ઘ્ય પણ જરૂર આપો.

કરો હળદરના પાણીથી સ્નાન: લગ્ન માટે અથવા બીમારી દૂર કરવા માટે આ ઉપાય કરો. આ અંતર્ગત ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરી તેનાથી સ્નાન કરો. ત્યાર પછી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ ના જાપ કરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો. આ દિવસે કેળાના વૃક્ષ પર પણ જળ અર્પણ કરો.

કરો પીળા રંગની ચીજોનું દાન: પીળો રંગ ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો હોય છે. તેથી આ દિવસે પીળા રંગના કપડા પહેરો અને પીળા રંગની ચીજોનું દાન કરો. આ સિવાય આ દિવસે માત્ર પીળા રંગની ચીજોનું જ સેવન કરો.

ન કરો આ કામ: ગુરુવારના દિવસે નીચે જણાવેલ કામોને ન કરો. આ કામોને કરવાથી જીવનમાં સમસ્યાઓ આવવાનું શરૂ થઈ જાઈ છે. ગુરુવારના દિવસે શરીર પર સાબુ ન લગાવો અને ન વાળ ધોવા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સાબુ લગાવવાથી આર્થિક નુકસાન અને બાળક પરેશાન થાય છે. યાદ રાખો કે આ દિવસે મીઠું ખાવાની મનાઈ છે. તેથી માત્ર મીઠી ચીજો જ ખાઓ. ગુરુવારે કેળા ખાવાથી બચો. ખરેખર આ દિવસે કેળા ખાવાથી ગુરુ ગ્રહ ભારે થઈ જાય છે.