લક્ષ્મી માતા પ્રસન્ન થવા પર લોકોના જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગે છે અને તેને ક્યારેય પણ પૈસાની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. જો કે લક્ષ્મી માતાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જો તમને કોઈ આર્થિક સમસ્યા છે અથવા તમારા જીવનમાં પૈસા એકઠા થઈ રહ્યા નથી. તો તમે નીચે જણાવેલા ઉપાય કરી લો. રવિવારના દિવસે આ ઉપાય કરવાથી નસીબ ખુલે છે અને લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.
કરો પીપળના વૃક્ષની પૂજા: રવિવારે તમે પીપળના વૃક્ષની પૂજા જરૂર કરો. માનવામાં આવે છે કે રવિવારે આ વૃક્ષની પૂજા કરવાથી અને આ ઝાડની પાસે દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે. આમ કરવાથી ધન લાભ થાય છે અને જીવનના દુ:ખ પણ સમાપ્ત થાય છે. આટલું જ નહીં પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવવાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સાથે જ રોગોથી મુક્તિ મળે છે. તેથી તમે રવિવારના દિવસે પીપળના ઝાડ પાસે સૌથી પહેલા જળ ચળાવો અને પછી દીવો પ્રગટાવો.
પ્રગટાવો ચાર-મુખી દીવો: જે લોકો પોતાના જીવનમાં ધન, કીર્તિ અને ખ્યાતિ ઈચ્છે છે, તે લોકો રવિવારના દિવસે પીપળના ઝાડ નીચે સાંજે ચારમુખી દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ધન, ખ્યાતિ અને કીર્તિની પ્રાપ્તિ થશે. યાદ રાખો કે આ દીવો પ્રગટાવતી વખતે તમને કોઈ જોવું ન જોઈએ.
કરો સૂર્યદેવની પૂજા: રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. તેથી તમે રવિવારે સૂર્યદેવની પૂજા જરૂર કરો. સૂર્યદેવની પૂજા સવારના સમયે કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાની સાથે તેમને જળ પણ અર્પણ કરવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી પૂજા ઘરમાં એક ચોકી લગાવીને તેના પર સૂર્ય ભગવાનની તસ્વીર રાખો. ત્યાર પછી પૂજા શરૂ કરો અને પૂજા દરમિયાન માત્ર લાલ ફૂલો અને ફળોનો ઉપયોગ કરો. સાથે જ પૂજા પૂર્ણ કર્યા પછી, તમારા મનની અંદરની ઇચ્છા બોલો. પછી તમે એક તાંબાના વાસણમાં તાજું જળ ભરો. આ પાણીમાં લાલ ફૂલ, ચોખા અને હળદર નાખો. આ જળ તમે સૂર્યને જોતા ચળાવો અને પરિક્રમા કરો. જળ અર્પણ કર્યા પછી એક અગરબત્તી પણ પ્રગટાવો અને હાથ જોડીને સૂર્યને નમસ્કાર કરો. દર રવિવારે સૂર્યદેવની પૂજા કરીને તેમને જળ ચઢાવવાથી જીવનમાંથી દુ:ખ દૂર થાય છે. સાથે સ્વસ્થ શરીર પણ મળે છે.
કાળી ચીજોનું દાન કરો: રવિવારે કાળી ચીજોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. કાળી ચીજોનું દાન કરવાથી ગ્રહો શાંત રહે છે અને નસીબ ખુલે છે. કોઈ પણ કાર્યમાં અવરોધ આવવા પર અથવા જીવનમાં કોઈ મુશ્કેલી આવવા પર તમે કાળી ચીજોનું દાન કરો. રવિવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર પછી જે ચીજ તમે દાન કરવા ઈચ્છો છો તેને તમારા પૂજા ઘરમાં રાખી દો. પછી તેની પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી આ ચીજ કોઈ ગરીબને દાન કરી દો. પૂજા પૂર્ણ થયા પછી આ ચીજ કોઈ ગરીબને દાન કરી દો. જો તમે ઈચ્છો તો તમે કાળા કપડા, કાળી દાળ, કાળા તલ વગેરે જેવી ચીજોનું દાન પણ કરી શકો છો.
કરો લાલ રંગના વસ્ત્રો ધારણ: સૂર્ય ભગવાનને લાલ રંગ સૌથી વધુ પ્રિય હોય છે અને આ જ કારણ છે કે તેમની પૂજા કરતી વખતે લાલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તમે આ દિવસે શક્ય હોય તો લાલ રંગના વસ્ત્ર ધારણ કરો. સાથે જ તાંબાની ધાતુનું પણ દાન કરો. કારણ કે આ ધાતુ સૂર્ય ભગવાન સાથે જોડાયેલી માનવામાં આવે છે.
આ મંત્રોનો જાપ કરો: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે રવિવારે સૂર્ય મંત્રના જાપ કરો. આ દિવસે તમે સૂર્યદેવની પૂજા કર્યા પછી નીચે જણાવેલા મંત્રોના જાપ દિવસ દરમિયાન સાચા મનથી કરો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. ‘એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે। અનુકમ્પય માં ભકત્યા ગૃહણાધ્ર્ય દિવાકર॥’, ‘ૐ ધૃણિ સૂર્યાય નમઃ॥’, ‘ૐ એહિ સૂર્ય સહસ્ત્રાંશોં તેજો રાશે જગત્પતેએ અનુકંપયેમાં ભક્ત્યાએ ગૃહાણાર્ધય દિવાકરરૂ॥’, ‘ૐ હ્રીં ધૃણિ: સૂર્ય આદિત્યઃ ક્લીં ૐ॥’
સાંજના સમયે કરો માતા લક્ષ્મીના પાઠ: સાંજના સમયે તમે લક્ષ્મી માતા સાથે જોડાયેલા પાઠ કરો અને માતા ને કમળનું ફૂલ અર્પણ કરો. લક્ષ્મી માતાની પૂજા સાથે ઢળતા સૂર્યની પૂજા પણ કરો.