સિમી ગરેવાલ શો: રેખા-અમિતાભ સહિત આ 8 સ્ટાર્સે ખોલ્યા પોતાના રાજ, કરીનાએ કહ્યું- હું રાહુલ ગાંધીને ડેટ કરીશ, તો રેખાએ કહ્યું કે….

બોલિવુડ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સિમી ગરેવાલ આજે 17 ઓક્ટોબરે 74 વર્ષની થઈ ગઈ છે. 17 ઓક્ટોબર 1947 ના રોજ તેમનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમણે મેરા નામ જોકર, કભી કભી, ચલતે-ચલતે અને કર્ઝ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.

સિમી પોતાની ફિલ્મોની સાથે જ પોતાના ટોક શોને લઈને પણ ખૂબ હેડલાઇન્સમાં રહી હતી. તેમનો ચર્ચિત ‘ચેટ શો રેન્ડેવૂ વિદ સિમી ગરેવાલ’ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દી સિનેમાના મોટા-મોટા દિગ્ગજો પહોંચ્યા હતા અને ઘણા પ્રખ્યાત કલાકારોએ આ સમય દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ખુલાસા કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તો ચાલો આજે તમને સિમીના જન્મદિવસ પર જણાવીએ કે બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર્સે સિમીના શો પર પહોંચીને કેવા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

હું અમિતાભને ખૂબ પ્રેમ કરતી હતી- રેખા: દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન અને સદાબહાર અભિનેત્રી રેખાનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. રેખાએ સિમીના શો પર આ વાતનો સ્વીકાર કરતા કહ્યું હતું કે તે અમિતાભને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તમે દુનિયાભરનો પ્રેમ લઈ લો અને તેમાં થોડું વધુ પણ મિક્સ કરો, આ બધું મળીને જેટલું થાય છે, હું તેમને એટલો પ્રેમ કરું છું. રેખા મુજબ, અમિતાભને હું માત્ર મારા દિલ-મગજમાં પ્રેમ કરતી હતી, અમારી વચ્ચે ક્યારેય કોઈ પર્સનલ વાત ન થઈ.

રાની મુખર્જીએ કહ્યું- મને દરેક કો-સ્ટાર સાથે પ્રેમ થઈ જાય છે: જાણીતી અભિનેત્રી રાની મુખર્જીએ સિમીના શો પર વાતચીતમાં જણાવ્યું હતું કે તેને તેના દરેક કો-સ્ટાર સાથે પ્રેમ થઈ જાય છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ રોમેન્ટિક છે અને કોલેજ દરમિયાન તેનો એક બોયફ્રેન્ડ હતો, જોકે જ્યારે તેના પરિવારને ખબર પડી ત્યારે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

શાહરુખના કારણે હું ફિલ્મોથી બહાર થઈ- એશ્વર્યા: હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રી ગણાતી એશ્વર્યા રાય બચ્ચને શાહરૂખ ખાન પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના કારણે તે ઘણી ફિલ્મોમાંથી બહાર થઈ હતી. જોકે શાહરુખ ખાને આ કામ માટે પછી એશ્વર્યાની માફી પણ માંગી હતી.

કરીના કપૂરનો ખુલાસો- હું રાહુલ ગાંધીને ડેટ કરવા ઈચ્છિશ: ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી કરીના કપૂર પણ સિમી ગરેવાલના શોમાં ભાગ લઈ ચુકી છે. કરીનાનું નામ એક સમયે અભિનેતા શાહિદ કપૂર અને રિતિક રોશન સાથે જોડાયું હતું, સાથે જ પછી તેમણે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કરીનાએ સિમીના શો પર કહ્યું હતું કે હું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડેટ કરવા ઈચ્છિશ.

કરીનાને સિમીએ સવાલ કર્યો હતો કે તે આખી દુનિયામાં કોને ડેટ કરવા ઈચ્છશે, તો જવાબ મળ્યો કે, ‘શું મારે આ કહેવું જોઈએ? તે થોડું વિવાદાસ્પદ છે પરંતુ હું રાહુલ ગાંધીને ડેટ કરવા ઈચ્છિશ. હું તેમને જાણવા ઈચ્છું છું. હું સમાચારમાં તેમની તસવીર જોવ છું અને વિચારું છું કે તેની સાથે વાત કરવી રસપ્રદ રહેશે.’

રેખા સાથે સંબંધ પર અમિતાભ બચ્ચને પણ આપ્યું નિવેદન: અમિતાભ બચ્ચન પણ સિમી ગરેવાલના શો પર પહોંચ્યા હતા અને તેમણે પણ રેખા સાથે પોતાના સંબંધ પર વાત કરી હતી. સિમીએ બિગ બીને પૂછ્યું હતું કે, ‘શું તમને પોતાના અને રેખાના સંબંધની અફવાઓ પરેશાન કરે છે?’ જવાબમાં સદીના મેગાસ્ટારે કહ્યું હતું કે, નહિં, પરંતુ કેટલાક આરોપો એવા હતા જે ખૂબ જ વાહિયાત હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે તેમની પાસે મારા ઘરની તસવીરો છે જ્યાં મેં રેખાને રાખી છે. લોકોનું નિવેદન હતું કે રેખા મારી સાથે એક ઘરમાં રહે છે. આ વાતો મજાકથી વધુ કંઈ નથી. મારું ઘર છે, જ્યાં મારો પરિવાર અને વૃદ્ધ માતા -પિતા રહે છે. આ ચીજો ખૂબ જ સંવેદનશીલ છે. હું તે લોકોને પૂછવા ઈચ્છું છું કે શું તેમણે મને તે મહિલા સાથે કંઈ ખોટું કરતા જોયા છે જેનાથી તેમને આ કહેવાનો ઈશારો મળે છે.