ફિલ્મોમાં સાઇડ હીરોનો રોલ કરનાર સ્ટાર્સની કેટલી હોય છે ફીસ? જાણો અહીં પુરી જાણકારી

બોલિવુડ

બોલિવૂડમાં જેટલી મહત્વની ભૂમિકા એક હીરોની હોય છે એટલી જ મહત્વની ભૂમિકા સપોર્ટિંગ અભિનેતાની પણ હોય છે. ફિલ્મોમં જે સાઈડ રોલ નિભાવે છે તે ન તો નાયક હોય છે અને ન તો ખલનાયક હોય છે, પરંતુ છતા પણ તેમનું ફિલ્મોમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે એવું સમજી શકો છો કે સપોર્ટિંગ કલાકાર શાકમાં મીઠાની જેમ હોય છે. જોકે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એવા ઘણા દિગ્ગજ કલાકારો છે જેમણે પોતાની સુંદર એક્ટિંગથી લોકોને પ્રભાવિત કર્યા છે. ફિલ્મોમાં તેમના દ્વારા કરવામાં આવેલી એક્ટિંગની લોકો ખૂબ પ્રશંસા કરે છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા સપોર્ટિંગ રોલ નિભાવનારા સ્ટાર્સને કેટલી ફી મળે છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

અનિલ કપૂર: બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂરને કોણ નથી ઓળખતું. તેણે પોતાની સુંદર એક્ટિંગથી સારી ઓળખ બનાવી છે. એ કોઈ ઓળખના મોહતાજ નથી. તે 90 ના દાયકાના દિગ્ગજ કલાકારોના લિસ્ટમાં શામેલ છે. અનિલ કપૂર મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે. જોકે તેમની લોકપ્રિયતા અને માંગ ઓછી નથી. સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે અનિલ કપૂરે 2018માં આવેલી ફિલ્મ ‘રેસ 3’ માટે 8 થી 9 કરોડની ફી ચાર્જ કરી હતી.

અરશદ વારસી: બોલિવૂડના જાણીતા અભિનેતા અરશદ વારસીએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘તેરે મેરે સપને’ થી કરી હતી. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોને તેની એક્ટિંગ પણ ખૂબ પસંદ આવે છે. જણાવી દઈએ કે અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં સફળ થઈ શક્યા નહિં પરંતુ સપોર્ટિંગ રોલમાં તે સુપરહિટ સાબિત થયા છે. તે મોટે ભાગે કોમેડી ફિલ્મો માટે જાણીતા છે. તમે બધા ‘મુન્ના ભાઈ’ ફિલ્મમાં સર્કિટની સ્ટોરી વિશે જાણતા જ હશો. કદાચ સર્કિટ વગર આ ફિલ્મની સ્ટોરી અધૂરી રહી જાત. અરશદ વારસી ફિલ્મોમાં કામ કરવા માટે 3 થી 3.5 કરોડ રૂપિયા લે છે.

કૃણાલ ખેમુ: ભારતીય ફિલ્મ અભિનેતા કૃણાલ ખેમુએ હિન્દી સિનેમામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો કરી છે. કૃણાલ ખેમુએ તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ફિલ્મી કરકિર્દીની શરૂઆત મહેશ ભટ્ટની ફિલ્મ સિર થી કરી હતી. આ ફિલ્મમાં તે બાળ કલાકારની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે એક્ટિંગની કારકિર્દીમાં કૃણાલ ખેમુ મુખ્ય અભિનેતા તરીકે સફળ થઈ શક્યો નથી. તેણે ઘણી ફિલ્મોમાં સાઇડ હીરો તરીકે કામ કર્યું છે. સમાચાર મુજબ એવું કહેવામાં આવે છે કે તેઓ ફિલ્મમાં કામ કરવા માટે 2 થી 2.5 કરોડ ફી લે છે.

શ્રેયસ તલપડે: હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શ્રેયસ તલપડે મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે. સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે તેઓ એક ફિલ્મ માટે બે કરોડ રૂપિયા ફી લે છે.

તુષાર કપૂર: જણાવી દઇએ કે અભિનેતા તુષાર કપૂરે મુખ્ય અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમને દર્શકોએ ખાસ પસંદ કર્યા નહિં. ગોલમાલ સીરીઝમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે તુષાર કપૂર દરેક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.

બોબી દેઓલ: ફિલ્મ અભિનેતા બોબી દેઓલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની ફિલ્મી કારકીર્દિ કંઈ ખાસ રહી નથી. ફ્લોપ ફિલ્મો પછી તેની કારકિર્દી ડૂબતી ગઈ પરંતુ બોબી દેઓલને ફિલ્મ ‘રેસ 3’ દ્વારા સલમાન ખાને બીજી તક આપી હતી. આ પછી, બોબી દેઓલની ફિલ્મી કારકિર્દી ફરી એકવાર શરૂ થઈ. સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે બોબી દેઓલે રેસ 3 માં 7 કરોડ ફી લીધી હતી.

સંજય મિશ્રા: અભિનેતા સંજય મિશ્રા તેની કોમેડી ભૂમિકા માટે જાણીતા છે. સમાચારો અનુસાર, એવું કહેવામાં આવે છે કે તે દરેક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લે છે.

જાવેદ જાફરી: અભિનેતા જાવેદ જાફરીએ ઘણી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મોમાં કામ કરવા માટે એકથી દોઢ કરોડ રૂપિયા લે છે.

1 thought on “ફિલ્મોમાં સાઇડ હીરોનો રોલ કરનાર સ્ટાર્સની કેટલી હોય છે ફીસ? જાણો અહીં પુરી જાણકારી

  1. Tremendous issues here. I’m very satisfied to look your post.
    Thank you so much and I’m looking ahead to contact you.
    Will you kindly drop me a e-mail?

Leave a Reply

Your email address will not be published.