જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બોલિવૂડના લગ્ન હંમેશા નેટીઝન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં તેમના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. આ બંનેએ પણ વિકી કૌશલ અને કેટરીના કૈફની જેમ લગ્ન માટે રાજસ્થાન પસંદ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઈન્ડસ્ટ્રીની સૌથી ફેવરિટ કપલમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના પ્રખ્યાત જેસલમેર શહેરના લક્ઝરી સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગઢ પેલેસમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહેમાનો માટે 84 રૂમ બુક કરવામાં આવ્યા છે. લગ્ન ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સૂર્યગઢ પેલેસની અંદરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ સાથે આ મહેલના એક રૂમનું એક દિવસનું ભાડું કેટલું છે, તેના વિશે પણ જણાવીશું.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ પેલેસમાં કરશે લગ્ન: બી-ટાઉનની ફેવરિટ અને સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લાંબા સમયથી તેમના સંબંધને સીક્રેટ રાખ્યો છે. આ વિશે બંનેએ અત્યાર સુધી ક્યારેય ખુલીને વાત કરી નથી. પરંતુ આ બંને અવારનવાર એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે. પોતાના લગ્ન વિશે ચુપ રહેવા છતાં પણ તેમના વેડિંગ-ડે ની ડિટેલ્સ એ ઈંટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
આ લવબર્ડ્સ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે. જોકે જોવામાં આવે તો રાજસ્થાન આ દિવસોમાં બોલિવૂડ સ્ટાર્સ માટે બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ચુક્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ રાજસ્થાનને પસંદ કર્યું છે. સાથે જ હવે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે સૂર્યગઢ પેલેસ એક કિલ્લો છે, જેને અંદરથી શ્રેષ્ઠ હોટલનો લુક આપવામાં આવ્યો છે. અહીં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે આ હોટેલને મોંઘી અને લક્ઝરી બનાવે છે.
જાણો કેટલું છે એક દિવસનું ભાડું: સૂર્યગઢ પેલેસના દરેક રૂમનું ઈન્ટિરિયર અને થીમ એકદમ અલગ જોવા મળે છે. જો તમે અહીં ત્રણ બેડરૂમનો રૂમ લેવા ઈચ્છો છો તો તમારે પ્રતિ રાત્રિના 1 લાખ 30 હજાર ચૂકવવા પડશે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બુક કરાવ્યા 84 રૂમ: રિપોર્ટ્સ મુજબ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના લગ્નમાં આવેલા મહેમાનો માટે 70 થી વધુ લક્ઝરી કારની પણ વ્યવસ્થા કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ કપલે તેમના લગ્ન માટે 84 રૂમ બુક કરાવ્યા છે.
‘શેરશાહ’થી શરૂ થઈ હતી કિયારા અને સિદ્ધાર્થની લવસ્ટોરી: તમને જણાવી દઈએ કે જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફિલ્મ ‘શેર શાહ’ માટે સાથે આવ્યા હતા, ત્યારે આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. બંને પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અને શૂટિંગ દરમિયાન તેમને એકબીજા સાથે પ્રેમ થયો, અને ત્યાર પછી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ તેમના ડેટિંગ અને અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા.