કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રાનું થયું બ્રેકઅપ, બંનેએ એકબીજાને મળવાનું પણ કરી દીધું બંધ, જાણો શું છે તેમના બ્રેકઅપનું કારણ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણી જોડીઓ બને છે અને તૂટી જાય છે. ખૂબ ઓછી એવી જોડી હોય છે જે પોતાના સંબંધને લગ્ન સુધી લઈ જઈ શકે છે. તાજેતરમાં જ રણબીર અને આલિયાની જોડીએ લગ્ન કર્યા છે. જોકે કેટલીક કપલ એવી પણ છે જે પ્રેમ તો કરે છે પરંતુ લગ્ન પહેલા જ અલગ થઈ જાય છે.

બોલીવુડથી હવે એક અન્ય જોડી તૂટવાના સમાચર આવી રહ્યા છે. આ જોડી અવારનવાર સાથે જોવા મળતી હતી પરંતુ હાલમાં બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે. અમે વાત કરી રહ્યા છીએ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જેમના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. સમાચાર છે કે બંનેએ મળવાનું પણ બંધ કરી દીધું છે.

બોલિવૂડમાં ખૂબ થઈ રહી છે બ્રેકઅપની ચર્ચા: સિદ્ધાર્થ અને કિયારાની કપલ હોટ કપલમાં શામેલ છે. જો કે બોલિવૂડમાં આ બંનેની જોડી તૂટવાની ચર્ચા થઈ રહી છે. સમાચાર છે કે બંનેએ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. એટલે કે હવે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. બંને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ કહેવાય છે પરંતુ હવે તેમના ચાહકો નિરાશ થઈ રહ્યા છે.

બંને સેલેબ્સના ચાહકોની સંખ્યા લાખોમાં છે. ચાહકોએ બંનેના ઘણા ફેન પેજ પણ બનાવ્યા છે. તેમાં બંનેની તસવીરો શેર કરવામાં આવે છે. જોકે હવે સમાચાર છે કે આ કપલ અલગ થઈ ગઈ છે. એવી માહિતી મળી રહી છે કે આ બંને વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. કિયારા અને સિદ્ધાર્થ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.

લગ્નની હતી આશા: કિયારા અને સિદ્ધાર્થ અવારનવાર સાથે જોવા મળતા હતા. કેટલીક ખાસ ઈવેન્ટમાં પણ બંને એક જ કારમાં જોવા મળતા હતા. સિદ્ધાર્થ ઘણા પ્રસંગો પર કિયારા પર ખાસ ધ્યાન આપતા જોવા મળતા હતા. જોકે ઓફિશિયલી આ બંનેમાંથી કોઈએ પણ આ સંબંધને સ્વીકાર્યો ન હતો. બંને એકબીજાને સારા મિત્રો જણાવતા હતા.

તેમના ચાહકો બંનેને સાથે જોઈને ખુશ થતા હતા. બોલિવૂડમાં પણ એવા સમાચાર હતા કે રણબીર-આલિયાની જેમ આ બંને પણ જલ્દી લગ્ન કરશે. આંતરિક સમાચાર મુજબ તો બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમના બ્રેકઅપ પાછળનું કારણ શું છે.

શેર શાહ ફિલ્મમાં જોવા મળ્યા હતા સાથે: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હિટ ફિલ્મ શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેનું બોન્ડિંગ પણ અદ્ભુત હતું. લોકોએ આ બંનેને ખૂબ પસંદ કર્યા હતા. આ ફિલ્મમાં બંને નજીક પણ આવી ગયા હતા. ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ કરીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બાજી મારી લીધી હતી. સાથે ક કિયારાના લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

કિયારાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની ભૂલભુલૈયા 2 ફિલ્મ આવવાની છે. આ ઉપરાંત તેની પાસે જુગ જુગ જિયા, આરસી 15 અને ગોવિંદા નામ મેરા જેવી ફિલ્મો છે. સાથે જ સિદ્ધાર્થ પાસે પણ ઘણા પ્રોજેક્ટ્સ છે. તેમાં થેંક ગોડ, મિશન મજનૂ અને યોદ્ધા જેવી મોટી ફિલ્મો શામેલ છે.