સિદ્ધાર્થ મલ્હોત્રાથી ખૂબ હેંડસમ અને ડેશિંગ છે તેમના ભાઈ હર્ષદ મલ્હોત્રા, જુવો તેમની સુંદર તસવીરો

બોલિવુડ

વર્ષ 2012માં રીલિઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તે અત્યાર સુધીમાં બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મોની સાથે-સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના ગુડ લુક માટે પણ પ્રખ્યાત છે.

સાથે જ તેમની ફીમેલ ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાના ભાઈ હર્ષદ મલ્હોત્રા પણ કોઈ અભિનેતાથી ઓછા નથી. આટલું જ નહીં પરંતુ ગુડ લુકિંગની બાબતમાં સિદ્ધાર્થ પણ પોતાના ભાઈ હર્ષદથી પાછળ છે. તો ચાલો જોઈએ હર્ષદ મલ્હોત્રાની તસવીરો.

એકબીજાની કાર્બન કોપી છે સિદ્ધાર્થ અને હર્ષદ: સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સના લિસ્ટમાં શામેલ છે તો તેના ભાઈ હર્ષદ મલ્હોત્રા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ખરેખર સિદ્ધાર્થ મલ્હોત્રાના ભાઈ હર્ષદ મલ્હોત્રા વ્યવસાયે એક બેંકર છે. જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અવારનવાર પોતાના ભાઈ સાથે તસવીરો શેર કરતા રહે છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ લુટાવે છે.

તાજેતરમાં જ હર્ષદની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને તમે કહી શકો છો કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાથી અનેક ગણા વધુ હેન્ડસમ અને ડેશિંગ છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો કમેન્ટ કરીને તેની પ્રસંશા કરી રહ્યા છે.

એક તસવીરમાં હર્ષદ મલ્હોત્રા બ્લેક ટી-શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તસવીરમાં તે ભાઈ સિદ્ધાર્થ સાથે જોવા મળી રહ્યા છે. તસવીર પરથી અંદાજ લગાવી શકાય છે કે સિદ્ધાર્થ અને હર્ષદ વચ્ચે ખૂબ જ સારો બોન્ડિંગ છે. જેવી જ ચાહકોને સિદ્ધાર્થના ભાઈની તસવીર જોવા મળી તો ખુશ થઈ ગયા અને કમેંટનો વરસાદ કરવા લાગ્યા.

એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, “ઓએમજી સિદ્ધાર્થના ભાઈ આટલા હેંડસમ છે” સાથે જ એક અન્ય યુઝરે લખ્યું કે, “બંને ભાઈ કાર્બન કોપી છે”. આ ઉપરાંત પણ ઘણા લોકોએ હર્ષદ મલ્હોત્રાની પ્રસંશા કરી. એ સાચું છે કે ઘણી તસવીરોમાં સિદ્ધાર્થ અને હર્ષદ એકબીજાની કાર્બન કોપી લાગી રહ્યા છે.

સિદ્ધાર્થને શેર શાહ થી મળી હતી લોકપ્રિયતા: વાત કરીએ સિદ્ધાર્થની ફિલ્મી કારકિર્દીની તો સ્ટુડન્ટ ઑફ ધ યરમાં કામ કર્યા પછી તેણે ‘હસી તો ફસી’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને સૌથી વધુ ઓળખ ફિલ્મ ‘શેરશાહ’થી મળી. આ ફિલ્મ કારગિલ યોદ્ધા વિક્રમ બત્રાની બાયોપિક છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને તેણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી.

જણાવી દઈએ કે અત્યાર સુધી સિદ્ધાર્થ મલ્હોત્રા ‘કપૂર એન્ડ સન્સ’, ‘જબરિયા જોડી’, ‘અય્યારી’ અને ‘ઇત્તેફાક’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. જો વાત કરીએ સિદ્ધાર્થની આગામી ફિલ્મની તો તે આ દિવસોમાં ફિલ્મ ‘મિશન મજનૂ’ને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના મુખ્ય પાત્રમાં જોવા મળશે. સાથે જ પર્સનલ લાઈફની વાત કરીએ તો, અભિનેતા હાલના સમયમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણીને ડેટ કરી રહ્યા છે.