સિદ્ધાર્થ-કિયારા ની કેટલીક સુંદર તસવીરો થઈ વાયરલ, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવુડ

‘શેર શાહ’માં પોતાની મેજિકલ કેમેસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રિયલ લાઈફમાં પણ એકબીજાના બનવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોલિવૂડની સૌથી લોકપ્રિય કપલ 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં ભવ્ય લગ્ન કરવા જઈ રહી છે. જોકે સિદ્ધાર્થ અને કિયારા તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી.

પરંતુ રિપોર્ટ્સ દાવો કરે છે કે હાલમાં બંને સ્ટાર્સ તેમના બિગ ડેની તૈયારીમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થવાની સંભાવના છે. સાથે જ જો રિપોર્ટ્સનું માનીએ તો, શાહરૂખ ખાનના એક્સ બોડીગાર્ડ યાસીન યુગલને સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું શાહરૂખ ખાન સાથે છે ખાસ કનેક્શન: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની સુરક્ષાની જવાબદારી શાહરૂખ ખાનના એક્સ બોડીગાર્ડ યાસીન ને સોંપવામાં આવી છે. સાથે જ ઈંડસ્ટ્રીથી કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત સહિત ઘણા મોટા નામ 3 ફેબ્રુઆરીએ જેસલમેર પહોંચે તેવી સંભાવના છે.

એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહેમાનને વર-વધૂ તરફથી કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ્સ પણ મળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહેમાનો માટે ડેઝર્ટ સફારી ટૂર જેવી ઘણી મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ સ્પા વાઉચરનો પણ આનંદ ઉઠાવી શકશે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બિગ ફેટ વેડિંગ હશે: એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે લગ્ન જેસલમેર પેલેસ હોટેલમાં થવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન કડક સુરક્ષા સાથે એક બિગ ફેટ વેડિંગ હશે. જે બોલીવુડના મોટા લગ્નોમાં સામાન્ય બની ગયું છે. સિડ-કિયારાના લગ્નમાં બંધ દરવાજા પાછળ થનારા તમામ કાર્યક્રમોના મેનેજમેંટ માટે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લગ્નની તૈયારી માટે 3 ફેબ્રુઆરીએ સિક્યોરિટી ગાર્ડ્સ અને બોડીગાર્ડની એક ટુકડી જેસલમેર જશે. સાથે રિપોર્ટ્સમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વેડિંગ સેલિબ્રેશન 5 ફેબ્રુઆરીએ સંગીત સેરેમની સાથે શરૂ થશે અને 6 તારીખે ફેરા પછી 7 એ રિસેપ્શન હશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાનું વર્કફ્રન્ટ: સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં મિશન મજનૂમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી છે. સાથે જ અભિનેતા ટૂંક સમયમાં ભારતીય પોલીસ ફોર્સની વેબ સિરીઝમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે અને તે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ઉપરાંત સિદ્ધાર્થ એક્શન થ્રિલર ‘યોદ્ધા’માં પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ રહી છે.