સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હશે આ સ્વાદિષ્ટ વાનગીઓ, નામ જાણીને તમારા મોં માં આવી જશે પાણી

બોલિવુડ

બોલિવૂડની મોસ્ટ ફેવરિટ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલના લગ્નની તારીખમાં સતત ફેરફાર થતા જોવા મળી રહ્યો છે.

જ્યાં ગઈકાલ સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ કિયારા અભિનેતા સિદ્ધાર્થની દુલ્હન બનશે. તો સાથે જ હવે સમાચાર આવી રહ્યા છે કે આ કપલ 7 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. આજે સિડ અને કિયારાની સંગીત સેરેમની થવા જઈ રહી છે, જેમાં શાહિદ કપૂર, તેમની પત્ની મીરા રાજપૂત અને કરણ જોહર સહિત ઘણા સેલેબ્સ શામેલ થશે.

આજ માટે શું છે પ્લાન: આ દરમિયાન કેટલાક નવા અપડેટ્સ પણ સામે આવ્યા છે. આજે સૂર્યગઢના કોર્ટયાર્ડમાં વેલકમ લંચનું આયોજન થશે. ત્યાર પછી સાંજે સૂર્યાસ્ત સમયે સંગીત સેરેમનીની શરૂઆત થશે. સંગીત સેરેમનીમાં બંનેના પરિવારના સભ્યો ખાસ પરફોર્મન્સ આપશે.

કપલના લગ્નના મેનુ વિશે વાત કરીએ તો, તેમાં રાજપૂતાના અને અવધી વાનગીઓ શામેલ છે. તેમાં દાલ બાટી ચુરમા જેવી વાનગીઓ પણ શામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ આઠ પ્રકારના ચુરમા, પાંચ પ્રકારની બાટી અને સ્થાનિક ફૂડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સંગીત સેરેમનીમાં વાગશે આ ગીત: આ કપલની સંગીત નાઈટમાં બોલિવૂડના ઘણા સુપરહિટ ગીતો વગાડવામાં આવશે, જેમાં ‘કાલા ચશ્મા’, ‘નચદે ને સારે’, બિજલી, ‘ડિસ્કો દીવાને’ સહિતના ઘણા ગીત શામેલ છે.

સામે આવ્યો કિયારા-સિદ્ધાર્થનો ડાન્સ વીડિયો: આ દરમિયાન સોશિયલ મીડિયા પર કિયારા અને સિદ્ધાર્થનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ કપલ ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા પછી ચાહકો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું તેમની સંગીત સેરેમની થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ વીડિયો આ કપલનો થ્રોબેક વીડિયો છે.

લગ્નમાં શામેલ થશે લગભગ 150 મહેમાનો: સિડ અને કિયારાના લગ્નમાં લગભગ 100-150 મહેમાનો શામેલ થવા જઈ રહ્યા છે. તમામ મહેમાનો શનિવાર અને રવિવારે જેસલમેર પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે.

સિડ-કિયારાના લગ્નમાં શામેલ થશે જુહી ચાવલા: બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા પણ જેસલમેરમાં કિયારા અને સિડના લગ્નમાં શામેલ થવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેત્રી કપલના લગ્ન માટે જેસલમેર પહોંચી ગઈ છે.