સિદ્ધાર્થ-કિયારાના થઈ ગયા લગ્ન, જુવો તેમના મંડપની સામે આવેલી તસવીરો

બોલિવુડ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના મંડપની સુંદર તસવીર જોઈને કોઈપણનું દિલ ખુશ થઈ જશે. ચાહકો તેમના ફેવરિટ કલાકારોના લગ્ન વિશે જાણવા માટે આતુર છે. રાજસ્થાનના જેસલમેર શહેરમાં આવેલા સૂર્યગઢ પેલેસથી આ કપલના લગ્નના મંડપની તસવીરો સામે આવી છે. ફૂલોથી સજેલા આ મંડપમાં સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સિદ્ધાર્થ-કિયારાને આવી જગ્યા પર ડેસ્ટિનેશન વેડિંગની સલાહ કેટરીના કૈફ પાસેથી મળી હતી.

ફિલ્મ કલાકારોના લગ્ન માટે રાજસ્થાન એક મહત્વપૂર્ણ ડેસ્ટિનેશન બની ગયું છે. અહીં લગ્ન કરવાનો એક પોતાનો અલગ જ અનુભવ થાય છે. કદાચ આ જ કારણસર કેટરીના કૈફે પણ કિયારા-સિદ્ધાર્થને રાજસ્થાનમાં લગ્ન કરવાની સલાહ આપી હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ કેટરીના કૈફે પોતાના લગ્નનો અનુભવ શેર કરતા સિદ્ધાર્થ અને કિયારાને જેસલમેરમાં લગ્ન કરવાની સલાહ આપી હતી. જે બંનેને પસંદ પણ આવ્યું.

સિદ્ધાર્થ-કિયારાના લગ્નનો સુંદર મંડપ: બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન થઈ ચુક્યા છે. ફૂલોથી સજેલા તેમના લગ્નના મંડપની સુંદર તસવીર, રાજાઓ-મહારાજાઓના જમાનાની સુંદર બતાવતો સૂર્યગઢ પેલેસ હોટેલમાં સજાવવામાં આવેલો આ મંડપ એક રોયલ લગ્નનો સાક્ષી બનશે.

કેટરીના કૈફ-વિકીએ સવાઈ માધોપુરમાં કર્યા હતા લગ્ન: જણાવી દઈએ કે કેટરીના કૈફ અને વિકી કૌશલ એ પણ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં રોયલ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પણ ચર્ચામાં રહ્યા હતા. લગ્નમાં દેશ-વિદેશથી આવેલા મહેમાનોએ ખૂબ ધૂમ મચાવી હતી.

સિદ્ધાર્થ અને કેટરીના સારા મિત્રો છે, તેથી કેટરીનાએ રોયલ ફોર્ટમાં લગ્ન કરવાનો પોતાનો સુંદર અનુભવ શેર કર્યો. તેથી જ સિદ્ધાર્થે પણ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે જેસલમેરની પસંદગી કરી હતી.

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની પળોને યાદગાર બનાવવાની જવાબદારી પ્રખ્યાત ફોટોગ્રાફર વિશાલ પંજાબી અને તેમની ટીમને આપવામાં આવી છે. વિશાલે જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની તસવીરો ક્લિક કરી હતી.