કરોડોના ઘરથી લઈને લક્ઝરી કારના માલિક છે સિડ-કિયારા, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

આ સમયે બોલિવૂડના કોરિડોરમાં માત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની જ ચર્ચા થઈ રહી છે. બંને 7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેરના ‘સૂર્યગઢ પેલેસ’માં લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ કપલ તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેના વિશે વધુમાં વધુ જાણવા માટે ઉત્સાહિત છે. તો ચાલો અહીં અમે તમને સિદ્ધાર્થ અને કિયારાની કેટલીક લક્ઝરી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે જાણતા નહીં હોય.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું લક્ઝરી ઘર: કિયારા અડવાણી ખૂબ ઓછા સમયમાં બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક બની ગઈ છે. આવી સ્થિતિમાં તે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે. કિયારા મુંબઈમાં 15 કરોડના એક લક્ઝરી ઘરની માલિક છે. સાથે જ સિદ્ધાર્થની વાત કરીએ તો તેમની પાસે બાંદ્રામાં એક સી-ફેસિંગ ઘર છે, જેનું ઈન્ટિરિયર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે. સમાચાર છે કે લગ્ન પછી બંને નવા ઘરમાં શિફ્ટ થશે. ‘મિડ-ડે’ના રિપોર્ટ મુજબ, અભિનેતાને જુહુમાં એક બંગલો પસંદ આવ્યો છે, જે 3,500 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે અને તેની કિંમત 70 કરોડ રૂપિયા છે.

કિયારા-સિદ્ધાર્થની લક્ઝરી કાર: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ લક્ઝરી કારના ખૂબ શોખીન છે. કપલ પાસે ખૂબ જ લક્ઝુરિયસ કાર છે. જ્યાં સિદ્ધાર્થ પાસે 2.26 કરોડની ‘રેન્જ રોવર વોગ’, 66.97 લાખની ‘મર્સિડીઝ ML350 CDI’ અને 18 લાખની ‘Harley Davidson’ બાઇક છે. સાથે જ કિયારા પાસે 60 લાખની કિંમતની ‘Mercedes Benz E220 D’, 1.56 કરોડની Audi A8 L Sedan, ‘BMW X5’ અને ‘BMW 53od’ જેવી કારનું અદ્ભુત કલેક્શન છે.

કિયારા અડવાણીની મોંઘી એસેસરીઝ: કિયારા અડવાણી પાસે મોંઘા કપડાથી લઈને જૂતા અને બ્રાન્ડેડ બેગ્સનું મોટું કલ્કેશન છે. તેની કેટલીક મોંઘી ચીજોમાં 1 લાખ રૂપિયાનું ‘બરબેરી’ જેકેટ, 62,000ની કિંમતનું ‘બેલેન્સિયાગા’ સ્વેટશર્ટ, 1.3 લાખ રૂપિયાનું ‘ક્રિશ્ચિયન લુબાઉટિન’ બુટ અને 3.5 લાખની ‘ચેનલ’ બેગ શામેલ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની બ્રાન્ડ વેલ્યુ: સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની લોકપ્રિયતાને કારણે સારી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. આ જ કારણ છે કે તે આઈવિર અને મોબાઈલ જેવી ઘણી પ્રોડક્ટ્સની બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. રિપોર્ટ્સ મુજબ, સિદ્ધાર્થ દરેક બ્રાન્ડને રિપ્રેઝંટ કરવા માટે 3 કરોડની મોટી ફી લે છે.

એક એન્ડોર્સમેન્ટ માટે 1-1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે કિયારા: કિયારા પણ જ્વેલરી, કોસ્મેટિક, આઈવિયર અને ક્લોથિંગ બ્રાન્ડનો ચેહરો છે. ‘ET’ મુજબ, અભિનેત્રી એક એન્ડોર્સમેન્ટ ડીલ 1 કરોડથી 1.5 કરોડ રૂપિયામાં સાઈન કરે છે.

કિયારા અને સિદ્ધાર્થની કુલ નેટવર્થ: કિયારા અને સિદ્ધાર્થ બંને બોલિવૂડના મોટા સ્ટાર્સ છે જેઓ એક ફિલ્મ માટે મોટી રકમ લે છે. ETના રિપોર્ટ મુજબ, સિદ્ધાર્થ એક ફિલ્મ માટે 6 થી 8 કરોડ રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે અને તેની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાની નજીક છે. સાથે જ કિયારા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તેની કુલ સંપત્તિ 25 કરોડથી વધુ છે. આ રીતે બંનેની કુલ સંપત્તિ 125 કરોડ છે.

સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી: ફિલ્મ ‘શેરશાહ’માં રોમાન્સ કર્યા પછી બંનેની જોડી ચાહકોને તો પસંદ આવી હતી, સાથે જ બંનેને પણ એકબીજાનો સાથ પસંદ આવી ગયો. ત્યારથી આ કપલ રોમેન્ટિક રિલેશનશિપમાં છે અને હવે બંને 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે.

કિયારા-સિદ્ધાર્થની આગામી ફિલ્મો: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને બોલિવૂડના વ્યસ્ત સ્ટાર્સ છે, જે આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. જ્યારે સિદ્ધાર્થ પાસે રોહિત શેટ્ટીની ‘ઈંડિય પોલિસ ફોર્સ’ અને બીજી ફિલ્મ ‘યોદ્ધા’ છે. સાથે જ કિયારા અભિનેતા કાર્તિક આર્યન સાથે ‘સત્ય પ્રેમ કી કથા’ અને રામ ચરણ સાથેની તેલુગુ ફિલ્મમાં જોવા મળશે, જેનું નામ ‘RC15’ છે.