શ્વેતા એ શેર કરી સુશાંતના બાળપણની તસવીર, જુવો સુશાંતની ચમકતી આંખો વાળી બાળપણની તસવીર

બોલિવુડ

14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઇના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં, સવાલો ઉભા થયા કે શું તે ખરેખર આત્મહત્યા છે? કે પછી તે હત્યા હતી? શું કોઈએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો? સુશાંતે આત્મહત્યા જેવું મોટુ પગલું કેમ લીધું? આ સવાલોના જવાબ સુશાંતના ચાહકો અને પરિવાર છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહ્યા છે. જો કે હજી સુધી સુશાંતના મોતનો કેસ સોલ્વ થયો નથી. સીબીઆઈ આ કેસમાં તપાસ કરી રહી છે પરંતુ પરિવારને લાગે છે કે આ કેસ હવે ખોટી દિશામાં જઇ રહ્યો છે. હાલમાં એનસીબી દ્વારા ડ્રગ એંગલ અને બોલિવૂડને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સતત તેના ભાઈને મિસ કરી રહી છે. તે સુશાંતને ન્યાય અપાવવાની વિનંતી સોશ્યલ મીડિયા પર કરતી રહે છે. આ સિવાય તે પોતાના ભાઈ સાથે જોડાયેલી તસવીર અને વીડિયો પણ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંતની એક ન જોઈ હોય તેવી તસવીર શેર કરી છે. આ ફોટામાં સુશાંત ખૂબ જ નાનો છે. આ તસવીર શેર કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું હતું – સુશાંતની ચમકતી આંખો… તેની અંદરની શુદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સુશાંતની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં 2 લાખ 16 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. જણાવી દઈએ કે શ્વેતા તેના ભાઈની જૂની યાદોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

આ તસવીર સુશાંત અને શ્વેતનાં બાળપણની છે. તેમાં શ્વેતા તેના પ્રિય ભાઈને રક્ષાબંધન પર મીઠાઇ ખવડાવતી જોવા મળી રહી છે.

આ તસવીરમાં શ્વેતા તેના લગ્નના સંગીત સમારોહમાં તેના ભાઈ સુશાંત સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની એનસીબીએ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા પર તેના પુત્રને ધીમું ઝેર આપીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.