સુશાંત સિંહ રાજપૂત ના જન્મદિવ પર તેમની બહેન એ શેર કરી સુશાંતના બાળપણની કેટલીક તસવીરો, અહીં જુવો સુશાંતની આ સુંદર તસવીરો

બોલિવુડ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં હોત તો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. ભલે સુશાંત હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ આજે પણ તે તેમના ચાહકોની યાદોમાં છે. 14 જૂન 2020 ના રોજ અભિનેતાના મૃત્યુના સમાચારે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

સાથે જ આજે સુશાંતના જન્મદિવસ પર તેમની બહેન શ્વેતાએ ઘણી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ્સ દ્વારા, તેમણે અભિનેતાની કેટલીક અનસીન તસવીરો અને બાળપણની વાતો ચાહકો સાથે શેર કરી છે.

શ્વેતા સિંહે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે સુશાંતને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. આ સાથે તેણે ચાહકોને પણ કહ્યું તે સુશાંત સાથે પોતાની યાદોને પણ શેર કરે. જો ક્યારેય સુશાંતે તેના મેસેજનો જવાબ આપ્યો હોય તો તેને ટેગ કરો.

શ્વેતાએ કહ્યું, ‘ભાઈના જન્મદિવસ પર હું તેમની કેટલીક યાદો તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. જ્યારે અમે બાળકો હતા ત્યારે અમે કેવા હતા? અમારી વચ્ચે એક વર્ષનો તફાવત હતો અને ઘરના બધા અમને ગુડિયા અને ગુલશન કહીને બોલાવતા હતા. ઘરમાં જે પણ મીઠાઈ હતી તે અમે સાથે મળીને ખાતા હતા.’

આ ઉપરાંત શ્વેતાએ એક તસવીર શેર કરી છે, જેમાં સુશાંત પોતાની બહેનના બાળકો સાથે જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું, ‘હેપ્પી બર્થડે મેરા ક્યૂટ સા સ્વીટ સા ભાઈ..તમે જ્યાં પણ છો હંમેશા ખુશ રહો (મને લાગે છે કે તમે કૈલાસમાં શિવજી સાથે ફરી રહ્યા હશો). અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. ક્યારેક તમારે નીચે પણ જોવું જોઈએ કે તમે શું જાદુ કર્યો છે અને તમારા જેવા સોનાના હૃદયવાળા કેટલા સુશાંતોને જન્મ આપ્યો છે. મને તમારા પર ગર્વ છે અને હંમેશા રહેશે.’

સાથે જ સુશાંત સિંહની બીજી બહેન પ્રિયંકાએ ચાહકોને એક ખાસ અપીલ કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યું કે, સુશાંતના જન્મદિવસ માટે તમારો ડ્રાફ્ટ તૈયાર રાખો. જો શક્ય હોય તો, સુશાંત અને ફજ (સુશાંતનો કૂતરો) ની યાદમાં કોઈ ડોગ શેલ્ટર હોમ જઈ શકો છો.

હું પણ આવું જ કરવા જઈ રહી છું. આ 17 જાન્યુઆરીએ જ સુશાંતના કૂતરા ફજ નું મૃત્યુ થયું છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારથી સીબીઆઈ આ કેસની તપાસમાં લાગેલી છે અને તેનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે.