42 વર્ષની ઉંમરમાં Mrs. India Universe બની કર્નલની પત્ની, પતિ અને બાળકો એ વધારી હતી તેની હિંમત

વિશેષ

લગ્નના 22 વર્ષ પછી પણ પોતાના ફિગર અને બોડીને મેંટેન રાખવી નાની વાત નથી. પરંતુ 42 વર્ષની શ્વેતા જોશીએ ક્યારેય પણ પોતાની ફિટનેસ સાથે સમાધાન કર્યું નથી. શ્વેતા જોશીની આ ક્ષમતાને તેના કર્નલ પતિ અને પુત્રીએ સમજી અને તેને તેના જૂના સપનાને પૂર્ણ કરવા માટે પ્રેરણા આપી. શ્વેતા જોશીએ પણ હિંમત બતાવી અને આગળ વધીને મિસિસ ઈન્ડિયા યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો.

લગ્ન પછી ભારતીય મહિલાઓનું ધ્યાન મોટાભાગે પોતાના પરિવાર તરફ વધારે હોય છે. ઘણી મહિલાઓ એવી છે જેમણે લગ્ન કર્યા પછી જવાબદારી વધવાથી અને બાળકો થયા પછી પોતાની કારકિર્દી છોડી દીધી છે. સાથે જ કેટલાક પરિવારો એવા છે જે લગ્ન પછી પણ પોતાની પુત્રવધૂના સપનાને પૂરા કરવામાં મદદ કરે છે.

2022નો મિસિસ ઇન્ડિયા યુનિવર્સ એવોર્ડ જીત્યો: આજે અમે એવી જ એક મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જેણે લગ્નના લગભગ 22 વર્ષ પછી પોતાનું સપનું પૂરું કર્યું છે. આ સપનું પૂરું કરવામાં તેના પરિવારે ખૂબ સાથ આપ્યો. આ મહિલા બાળપણથી જ ફેશન ક્ષેત્રમાં નામ કમાવવા ઈચ્છતી હતી. હવે તેણે 42 વર્ષની ઉંમરમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સ 2022નો એવોર્ડ મેળવ્યો છે.

મિસિસ ઈન્ડિયા યુનિવર્સ 2022નો એવોર્ડ જીતનાર લેડી શ્વેતા જોશી ધાડાએ મીડિયાને કહ્યું- મારો જન્મ અમૃતસરમાં થયો હતો અને મારો સ્કૂલ-કોલેજનો અભ્યાસ પણ અમૃતસરથી જ થયો હતો. લગ્ન પછી મેં B.Ed કર્યું. મારા પતિની પોસ્ટિંગ હૈદરાબાદમાં છે, જેનું નામ કર્નલ રમન ઢાડા છે. મારા પતિએ મારી દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો અને મારી સાથે ઊભા રહ્યા.

શ્વેતાએ કહ્યું કે મારા મનમાં શરૂઆતથી જ ફેશન ફિલ્ડમાં આવવાની ઉત્સુકતા રહેતી હતી. મેં લગ્ન પછી ઘણી વખત આર્મી ઇવેન્ટ્સમાં ભાગ લીધો, પરંતુ વ્યક્તિગત રીતે આ મારી પહેલી સ્પર્ધા હતી, જેમાં પહેલી વખતમાં જ મિસિસ ઈન્ડિયા યુનિવર્સ 2022નો એવોર્ડ મેળવ્યો.

શ્વેતાએ કહ્યું કે મારી પુત્રી 19 વર્ષની છે અને પુત્ર 15 વર્ષનો છે. હું ઘણા સમય પહેલા આ ક્ષેત્રમાં જવા ઈચ્છતી હતી, પરંતુ પરિવારની જવાબદારીના કારણે મેં શરૂઆતમાં આ તરફ વધુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ મારા મનમાં એ વાત જરૂર ચાલતી હતી કે મારે કંઈકને કંઈતો આ ફિલ્ડમાં કરવું છે. ત્યાર પછી મને આ સ્પર્ધા વિશે ખબર પડી અને પછી જયપુરમાં આયોજિત મિસિસ ઇન્ડિયા યુનિવર્સ 2022 પેજન્ટમાં ભાગ લીધો. ફાઇનલ ઇવેન્ટના દિવસે મને પ્લેટિનમ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Shveta Joshi Dahda (@shvetadahda) 

શ્વેતાએ જણાવ્યું, મેં 8 વર્ષ પહેલા ફિટનેસમાં સર્ટિફિકેશન કર્યું હતું. ત્યાર પછીથી હું આર્મી કેન્ટમાં આર્મી જવાનોના પરિવારોને ટ્રેનિંગ પણ આપું છું. હું હંમેશા ફિટનેસને લઈને ખૂબ જ અવેયર રહી છું, તેથી મને ફિટ રહેવામાં અને તેના વિશે વાંચવામાં ખૂબ મજા આવે છે. હવે જ્યારે મને આ ટાઇટલ મળ્યું છે, ત્યારે હું કોઈ NGO સાથે જોડાવા અને ફિટનેસ માટે મહિલાઓમાં જાગૃતિ લાવવા ઈચ્છું છું.