41 વર્ષની ઉંમરમાં નાના કપડા પહેરીને પુત્રી સાથે ડાંસ કરતા જોવા મળી શ્વેતા તિવારી, જુવો માતા-પુત્રીનો આ સુંદર વીડિયો

બોલિવુડ

શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીનું એક ચર્ચિત અને મોટું નામ છે. શ્વેતા તિવારીએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગને કારણે મોટું નામ બનાવ્યું છે. લોકપ્રિયતાની બાબતમાં તે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. સાથે જ તે 41 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને આ ઉંમરમાં પણ શ્વેતા પોતાને ખૂબ જ ફિટ અને યંગ જાળવી રાખે છે.

શ્વેતા તિવારી અવાનવાર પોતાની એક્ટિંગની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવી જાય છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

તાજેતરમાં તે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. જણાવી દઈએ કે અભિનેત્રીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને જેમાં તે પોતાની પુત્રી પલક તિવારી સાથે ડાન્સ કરી રહી છે.

નોંધપાત્ર છે કે શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980 ના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો. તાજેતરમાં અભિનેત્રીએ પોતાનો 41 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે.

પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે તે પોતાના બાળકો મોટી પુત્રી પલક અને પુત્ર રેયાંશ સાથે ગોવા ગઈ હતી અને અત્યારે પણ તે પોતાના પરિવાર સાથે ગોવામાં જ છે. ગોવામાં પોતાના બાળકોની સાથે શ્વેતા ખૂબ એન્જોય કરી રહી છે.

ગોવા વેકેશનની તસવીરો અને વીડિયો શ્વેતા તિવારી સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી રહી છે. તેનો એક વીડિયો આવી સ્થિતિમાં હેડલાઇન્સમાં છે જેમાં તે પુત્રી પલક સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે આ ટીવી અભિનેત્રીએ કેપ્શન આપ્યું છે કે, ‘પ્રિન્સેસ પલક તિવારી સાથે બર્થ ડે ડાન્સ.’

શ્વેતાનો પુત્રી સાથે ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે શ્વેતા તિવારી પુત્રી પલક સાથે કોઈ અંગ્રેજી ગીત પર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન પાસે તેનો પુત્ર રેયાંશ પણ ઉભો છે.

શ્વેતાના વીડિયો પર ચાહકોની ખૂબ જ રમૂજી કમેંટ્સ આવી રહી છે. ખાસ વાત એ છે કે માતા-પુત્રીની આ જોડીને ઘણા લોકો બહેનોની જોડી જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે શ્વેતા આ ઉંમરમાં પણ કોઈ યંગ છોકરી જેવી લાગે છે. એક યુઝરે કમેંટ કરી કે, ‘હે ભગવાન, પુત્રી કોણ છે અને માતા કોણ છે. મને સંતૂરની એડ યાદ આવી ગઈ.

સાથે જ એક યૂઝરે કમેંટમાં લખ્યું કે, ‘બહેનો જેવી લાગી રહી છે.’ એક યૂઝરે તેનાથી પણ રમૂઝી કમેંટ કરી અને વીડિયો જોયા પછી લખ્યું કે, ‘માતા પુત્રીની નાની બહેન લાગી રહી છે.’ પ્રિયંકા શ્રીવાસ્તવ નામની એક યૂઝરનું કહેવું રહ્યું કે, ‘તમે પલકની મોટી બહેન લાગી રહ્યા છો… ખોટું ન બોલતા તમે તેમની માતા છો…’ સાથે જ એક અન્ય યૂઝરે તેના પર લખ્યું કે, ‘યાર કોણ કહેશે કે આ માતા છે.’