ધમાકેદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુવો તસવીર

બોલિવુડ

ઈન્ડિયન આઇડોલ 12 ને હોસ્ટ કરનાર આદિત્ય નારાયણ તેમની લાઈફની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે. તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે સાત ફેરા લેવા જઇ રહ્યા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં હજી થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના પરિવાર તરફથી લગ્નની વિધિઓ પણ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની કરવામાં આવી હતી. તેમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનો આખો પરિવાર હાજર રહ્યો હતો. બંને સેરેમની દરમિયાન તેમના પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના તિલક સીરીમાનીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવી ચુક્યા છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ એક બીજા સાથે બેઠા છે.

આ વીડિયોમાં શ્વેતા અગ્રવાલ ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને આ કપડામાં તેની સુંદરતા જોવા મળી રહી છે. આદિત્ય નારાયણ ગ્રીન કલરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. તે પણ ખૂબ હેન્ડસમ લાગી રહ્યા છે. તેમના ચહેરા પરની સ્માઈલ તે જણાવી રહી છે કે બંને આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વીડિયોમાં આદિત્ય નારાયણ સાથે તેની માતા અને પિતા પણ જોવા મળી રહ્યા છે.

વીડિયો જોઈને લાગે છે કે તિલક સેરેમનીની થીમ ઓરેન્જ રાખવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પ્રોગ્રામમાં લગભગ બધા લોકો ઓરેન્જ કલરના આઉટફિટમાં શામેલ થયા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમનીના જે વિડિયો વાયરલ થયા છે, તેમાંના એક વીડિયામાં આદિત્ય નારાયણને ડાંસ ફ્લોર પર તેમના પરિવાર સાથે ડાંસ કરતા પણ જોઈ શકાય છે. આદિત્ય નારાયણ આ વીડિયોમાં ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

ડાંસ ફ્લોર પર આદિત્ય નારાયણ સાથે તેની માતા પણ જોવા મળી રહી છે. એક તસવીર જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે, તેમાં આદિત્ય નારાયણ તેના પરિવાર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં જોઈ શકાય છે કે આદિત્ય અને શ્વેતા બંને સાથે બેઠા છે. શ્વેતા અને આદિત્ય બંને પિતા ઉદિત નારાયણ તરફ જોઈ રહ્યા છે. તસવીરમાં આદિત્યની માતા પણ જોવા મળી રહી છે. પાછળ દિવાલ પર આદિત્ય અને શ્વેતાનું નામ પણ લખેલું જોવા મળી રહ્યું છે.

આ જ રીતે, અન્ય એક તસવીરમાં શ્વેતા આદિત્યના પિતા ઉદિત નારાયણ સાથે, જ્યારે આદિત્ય તેની માતા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યા છે, અને દરેકના ચહેરા પરનો આનંદ જોવા લાયક છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ પણ 1 ડિસેમ્બરે લગ્ન કર્યા પછી એક ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં શામેલ થવા માટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિતાભ બચ્ચનને આમંત્રણ પત્ર મોકલીને આમંત્રણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.