બોલીવુડથી દૂર રહીને પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે અમિતાભ બચ્ચનની પુત્રી, જીવે છે કંઈક આવી લાઈફ

બોલિવુડ

‘કૌન બનેગા કરોડપતિ’ 13નો આગામી સુંદર શુક્રવારનો એપિસોડ ખૂબ જ ખાસ બનવાનો છે. તે માત્ર ચાહકો માટે જ નહિં પરંતુ અમિતાભ બચ્ચન માટે પણ ખૂબ જ ખાસ અને યાદગાર એપિસોડ બનશે. ખરેખર શુક્રવારના એપિસોડ સાથે KBCના ઈતિહાસના 1 હજાર એપિસોડ પૂરા થશે અને આ ખાસ પ્રસંગ પર શોમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને તેમની ભાણેજ નવ્યા નવેલી નંદા શોમાં પહોંચવા જઈ રહી છે.

શ્વેતા અને નવ્યાની માતા-પુત્રીની જોડીએ આગામી શાનદાર શુક્રવાર એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને સોશિયલ મીડિયા પર ઘણા પ્રોમો વીડિયો જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે શ્વેતા અને નવ્યા હોટ સીટ પર બેસીને ગેમની મજા લેતા પણ જોવા મળશે. આ એપિસોડ ખરેખર ચાહકોની સાથે જ બિગ બી માટે પણ ખૂબ જ ખાસ હશે.

કેબીસીના મંચ પર ત્રણ પેઢીઓને એકસાથે જોવી ખરેખર દરેકને ખૂબ પસંદ આવવાનું છે. નવ્યા નવેલી અને શ્વેતા બચ્ચનના આગમન સાથે KBCનો 1000મો એપિસોડ વધુ મજેદાર બનશે. જણાવી દઈએ કે અમિતાભના પુત્ર અભિષેક બચ્ચને ફિલ્મોમાં કારકિર્દી બનાવી તો તેમની પુત્રી શ્વેતા બોલીવુડમાં ન આવી.

શ્વેતાએ બોલિવૂડથી દૂર રહીને પોતાની એક અલગ દુનિયા બનાવી છે અને તે ખૂબ સફળ પણ રહી છે. તે બોલિવૂડથી દૂર રહીને પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે અને ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ કે શ્વેતા બચ્ચન નંદા વિશે કેટલીક ખાસ વાતો.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે શ્વેતા તેના પિતાની ખૂબ જ નજીક છે અને તે તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનું ખૂબ સન્માન કરે છે. સાથે જ અમિતાભ પણ પોતાની પુત્રીની ખૂબ નજીક છે. શ્વેતા પોતાના ભાઈ અભિષેક કરતા લગભગ બે વર્ષ મોટી છે. શ્વેતાનો જન્મ 17 માર્ચ 1974ના રોજ મુંબઈમાં થયો હતો.

લગભગ 23 વર્ષની ઉંમરમાં શ્વેતાના લગ્ન થઈ ગયા હતા. તેના પતિનું નામ નિખિલ નંદા છે. જણાવી દઈએ કે નિખિલ એસ્કોર્ટ્સ ગ્રુપનો બિઝનેસમેન છે અને તે અભિનેત્રી કરીના કપૂરની ફઈ રિતુ નંદાનો પુત્ર છે. નિખિલ અને શ્વેતાના લગ્ન વર્ષ 1997માં થયા હતા. બંને એક પુત્રી નવ્યા નવેલી નંદા અને પુત્ર અગસ્ત્ય નંદાના માતા-પિતા છે.

ભલે શ્વેતા ફિલ્મોમાં ન આવી હોય જોકે તે વર્ષ 2006 માં L’officiel INdia મેગજીન માટે મોડલિંગ કરી ચુકી છે. તે વર્ષ 2009માં અભિષેક સાથે મેગેઝીનમાં જોવા મળી હતી. ત્યાર પછી શ્વેતાએ કોલમિસ્ટ અને લેખક તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે વોગ ઈન્ડિયા માટે કોલમ લખી હતી.

આ કારણે નથી આવી બોલીવુડમાં: પોતાના એક ઈન્ટરવ્યુમાં શ્વેતાએ જણાવ્યું હતું કે, હું શાળાના દિવસોમાં નાટકોમાં ભાગ લેતી હતી અને અવારનવાર માતા જયા સાથે ફિલ્મના સેટ પર પણ જતી હતી. એક વખત એક નાટક દરમિયાન હું ક્લાઈમેક્સમાં મારો શોટ ભૂલી ગઈ. શ્વેતા કહે છે કે ત્યાર પછી મારા મનમાં એ ડર બેસી ગયો અને હું એક્ટિંગથી દૂર થઈ ગઈ.

શ્વેતા જાહેરાતમાં પણ કામ કરી ચુકી છે. તેમણે મોનિષા જયસિંહ સાથે મળીને વર્ષ 2018માં તેનું ફેશન લેબલ MXS લોન્ચ કર્યું હતું. ,સાથે પોતાનો પહેલો નવલકથા પેરેડાઇઝ ટાવર્સ પણ લોન્ચ કરી ચુકી છે. પોતાના આ કામોમાંથી અમિતાભ બચ્ચનની પુત્રી કરોડો રૂપિયાની કમાણી કરે છે.