શુભમન ગિલની બહેન શાહનીલ છે ખૂબ જ સુંદર, સ્ટાઈલની બાબતમાં કોઈ બોલિવુડ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તેની સુંદર તસવીરો

રમત-જગત

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં શ્રેષ્ઠ રહ્યું છે. 23 વર્ષના શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આ ટીમ ઈન્ડિયા માટે છેલ્લા એક મહિનાની અંદર બીજી બેવડી સદી છે. આ પહેલા ઈશાન કિશને બાંગ્લાદેશમાં આ કારનામું કર્યું હતું.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આ સમયે ચર્ચાનો વિષય છે. આવું થવું સામાન્ય છેકારણ કે ગિલે ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી છે. તેઓ ભારતના તે પસંદગીના ક્રિકેટરોમાં શામેલ થઈ ગયા છે જેમણે 50 ઓવરની ક્રિકેટમાં આ કારનામું કર્યું છે. અત્યાર સુધીમાં માત્ર સચિન, સેહવાગ, રોહિત અને ઈશાન કિશન જ ભારત માટે આ કરી શક્યા હતા.

ગિલે માત્ર ભારતને મુશ્કેલીમાંથી બહાર જ નથી લાવ્યું પરંતુ હૈદરાબાદ વનડેમાં ટીમ ઈન્ડિયાને જીત પણ અપાવી. આ તક પર અમે તમને શુભમન ગિલના પરિવાર વિશે માહિતી આપીએ. શુભમન ગિલની બહેનનું નામ શહનીલ ગિલ છે.

શહનીલ વિશે હાલમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. શહનીલ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન છે. તેની પાસે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 53 હજારથી વધુ ફોલોઅર્સ છે. શુભમન ગિલની બહેન શહનીલ ગિલ ખૂબ જ સુંદર છે. સુંદરતામાં તે કેટરિના કૈફ, કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવી હિરોઈનોને પણ ટક્કર આપતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો છે.

સોશિયલ મીડિયા પર શાહનીલની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધી રહ્યા છે કારણ કે તે શુભમન ગિલની બહેન છે. શહનીલ ગિલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો પોસ્ટ કરે છે.

શહનિલ ગિલ અત્યારે 23 વર્ષની છે. શહનીલ ગિલ અને શુભમન ગિલ, બંને ભાઈ-બહેનો એક સારો બોન્ડ શેર કરે છે. બંનેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણા ફની વીડિયો છે જેમાં બંને સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. શહનીલ ગિલ ફેશન પ્રેમી છે. તે હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે. શહનીલની ફેશન સેન્સ તેને સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનાવી રહી છે.

શુભમન ગિલ મૂળ પંજાબના ફઝિલકા જિલ્લાના જલાલાબાદના રહેવાસી છે. તેમના ગામનું નામ ચક-ખેડા વાલા છે. તેમના પિતા વ્યવસાયે ખેડૂત છે. શુભમન ગિલ ઘણી વખત એ કહી ચુક્યા છે કે ક્રિકેટની દુનિયામાં તેમના સૌથી પહેલા કોચ તેમના પિતા જ રહ્યા છે.

જો આપણે શુભમન ગીલની કમાણી પર નજર કરીએ તો એક રિપોર્ટ મુજબ તેમની પાસે લગભગ 31 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગિલને વાર્ષિક આઠ કરોડ રૂપિયા ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી તરફથી મળે છે. તેમની પાસે ચંદીગઢમાં એક લક્ઝરી બંગલો પણ છે.

શુભમન ગિલ BCCIના ગ્રેડ-C હેઠળ આવે છે, જે અંતર્ગત તેમને વાર્ષિક એક કરોડ રૂપિયાની રકમ કરાર હેઠળ આપવામાં આવે છે. આ સમયે તે જે રીતે રમી રહ્યા છે તે જોતા તેમાં સુધારો થવો નક્કી છે. આ ઉપરાંત શુભમન ગિલને દરેક મેચ માટે અલગથી ફી ચૂકવવામાં આવે છે.