સોના-ચાંદીથી ખૂબ વધારે શુભ હોય છે આ ચીજો, ધનતેરસ પર લાવવાથી મળે છે લાભ

ધાર્મિક

ધનતેરસ પર ઘણા લોકો ખરીદી કરે છે. કહેવાય છે કે આ દિવસે કોઈ ચીજ ખરીદીને ઘરે લાવશો તો તે આખા વર્ષ દરમિયાન આપણને શુભ ફળ આપે છે. આ વખતે 2 નવેમ્બરે ધનતેરસ આવી રહી છે. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તમારે આ દિવસે કંઈકને કંઈક ખરીદવું જોઈએ.

મોટાભાગના લોકો આ દિવસે સોના અથવા ચાંદી જેવી ચીજો ખરીદે છે. જો કે આ ચીજો દરેકના બજેટમાં નથી હોતી. આવી સ્થિતિમાં તમે આ ચીજોને પણ ખરીદી શકો છો.

સાવરણી: ધનતેરસ પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરે લાવવાથી મુશ્કેલીઓ અને આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ધાણા: ધનતેરસ પર ધાણા ખરીદવા પણ ફાયદાકારક હોય છે. આ દિવસે ધાણા ખરીદવાની પરંપરા પણ ખૂબ જૂની છે. તેને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજામાં ધાણાના બીજ પણ ચળાવવામાં આવે છે. પૂજા પછી આ બીજને તિજોરીમાં રાખવાથી ધનમાં વધારો થાય છે.

ધંધા સાથે જોડાયેલો સામાન: તમારા ધંધા અથવા નોકરી સાથે જોડાયેલો કોઈપણ સામાન ધનતેરસ પર ખરીદી શકાય છે. જો તમે વિદ્યાર્થી છો તો તમે પેન, કોપી-બુક જેવી ચીજો ખરીદી શકો છો. તેમને ખરીદ્યા પછી ધનતેરસ પર તેમની પૂજા પણ કરવી જોઈએ. સાથે જ ધંધાર્થીઓએ ધનતેરસ પર હિસાબ-કિપિંગ રજિસ્ટર અને અકાઉંટ બનાવીને તેને પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.

ઇલેક્ટ્રોનિક ચીજો: ફ્રીજ, ઓવન, મોબાઈલ ફોન, લેપટોપ જેવી ઈલેક્ટ્રોનિક ચીજો પણ ધનતેરસ પર ખરીદી શકાય છે. આ ચીજોને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી શુભ છે.

ગોમતી ચક્ર: ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદી શકાય છે. તેનાથી તમે સ્વસ્થ રહો છો. સાથે જ તેને પીળા કપડામાં બાંધીને પોતાની તિજોરી અથવા લોકરમાં રાખવાથી ધન-સંપત્તિ જળવાઈ રહે છે.

વાસણ: મોટાભાગના લોકો ધનતેરસ પર વાસણ ખરીદે છે. જો કે આ દિવસે તમારે સ્ટીલ કે લોખંડની જગ્યાએ પિત્તળના વાસણો ખરીદવા જોઈએ. આ વાસણો ઘરની પૂર્વ દિશામાં રાખવા શુભ હોય છે.

સોનામાં શું ખરીદવું: જો તમારું બજેટ પરવાનગી આપે, તો ધનતેરસ પર સોનું, ચાંદી અથવા તેનાથી બનેલી ચીજો ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે સોના અથવા ચાંદીના ઘરેણાં ખરીદી શકો છો. સોના-ચાંદીના સિક્કા પણ ખરીદી શકાય છે. સોના અથવા ચાંદીનો સિક્કો ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેના પર માતા લક્ષ્મીનું ચિત્ર જરૂર હોવું જોઈએ. આ સિક્કાની તમે પછી માતા લક્ષ્મીના રૂપમાં દરરોજ પૂજા પણ કરી શકો છો. આમ કરવાથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે.

ભગવાનની મૂર્તિ: જો તમે ખૂબ જ સક્ષમ છો તો ધનતેરસ પર સોના અથવા ચાંદીની ભગવાનની મૂર્તિ લાવો. જો કે તમે આ દિવસે કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ લાવી શકો છો, પરંતુ લક્ષ્મીજી, ગણેશજી અથવા સરસ્વતી માતાની મૂર્તિ લાવવી સૌથી વધુ શુભ રહેશે.