શ્રેયા ઘોષાલે શેર કરી તેના 6 મહીનાના પુત્રની તસવીરો, જુવો તેના પુત્રની આ ક્યૂટ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલે પોતાના 6 મહિનાના પુત્રની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેના પુત્રની ક્યુટનેસ જોતા જ બની રહી છે. શ્રેયાના પુત્રની આ ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે.

પ્રખ્યાત પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ બરાબર 6 મહિના પહેલા માતા બની હતી. સોમવાર એટલે કે 22 નવેમ્બરના રોજ શ્રેયા ઘોષાલે તેના પુત્રની તસવીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે શ્રેયા ઘોષાલે 6 મહિના પહેલા 22 મેના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેમના પુત્રનું નામ દેવયાન છે. શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ પર પુત્રની તસવીર શેર કરતા નોટ્સ પણ લખી છે. ચાલો સૌથી પહેલા શ્રેયા ઘોષાલની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર કરીએ.

શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ પર પુત્ર દેવયાનની તસવીરો શેર કરતા લખ્યું છે- “હાય! મારું નામ દેવયાન છે અને હું આજે 6 મહિનાનો થઈ ગયો છું. અત્યારે હું મારી આસપાસની દુનિયાને શોધવામાં વ્યસ્ત છું. મારા મનપસંદ ગીત સાંભળી રહ્યો છું. તસવીરો વાળા પુસ્તક વાંચી રહ્યો છું. જોક્સ પર હસી રહ્યો છું અને મારી માતા સાથે ઘણી વાતો કરી રહ્યો છું. મને ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.”

શ્રેયા ઘોષાલની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં લગભગ દસ હજાર ઈન્સ્ટા યુઝર્સે કમેન્ટ કરી છે, સાથે જ સાડા બાર લાખથી વધુ યુઝર્સે આ પોસ્ટને લાઈક કરી છે. શ્રેયા ઘોષાલની આ પોસ્ટ પર કમેંટ કરતાં વસુધા શર્માએ લખ્યું છે– “દેવયાન ખૂબ જ ક્યૂટ છે, ખૂબ જ મીઠી સ્માઈલ છે. ભગવાન તેને હંમેશા ખુશ રાખે. દેવયાનને 6 મહિના પૂર્ણ થવા પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.”

પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલે આ વર્ષે માર્ચમાં પોતાની પ્રેગ્નન્સીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. પોતાના ચાહકોને જણાવતા શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું- “બેબી શ્રેયાદિત્ય આવવાનો છે. શિલાદિત્ય અને હું તમારા બધા સાથે આ સમાચાર શેર કરતા ખૂબ ખુશી અનુભવી રહ્યા છીએ.”

શ્રેયા ઘોષાલના પુત્ર વિશે તો તમે જાણી લીધું, હવે તમને શ્રેયા ઘોષાલના પતિ શિલાદિત્ય વિશે જણાવીએ. શ્રેયા ઘોષાલે પોતાના બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગભગ 6 વર્ષ પહેલા ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. 5 ફેબ્રુઆરી 2015ના રોજ શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય મુખોપાધ્યાય લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

આ લગ્નમાં માત્ર શ્રેયા અને શિલાદિત્યના પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. આ લગ્ન એટલા ગુપ્ત રીતે થયા હતા કે તેના સમાચાર જ્યાં સુધી શ્રેયાએ પોતે ન જણાવ્યા ત્યાં સુધી કોઈને પણ જાણ થઈ ન હતી. લગ્નના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર જ્યારે શ્રેયા ઘોષાલે લગ્નની તસવીર શેર કરી, ત્યારે તેના ચાહકોને ખબર પડી કે શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય મુખોપાધ્યાયે એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે.