સુંદરતાની બાબતમાં એશ્વર્યાને પણ ટક્કર આપે છે તેની ભાભી, કિચનમાં કંઈક આવી રીતે કૂલ બનીને કરે છે કામ, જુવો વીડિયો

બોલિવુડ

એશ્વર્યા રાયને તમે બધા સારી રીતે જાણો છો. તેના નામે વિશ્વ સુંદરીનો એવોર્ડ નોંધાયેલો છે. જોકે આજે અમે તમને એશ્વર્યા નહીં પરંતુ તેની ભાભી શ્રીમા રાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શ્રીમા લુકમાં તેની ભાભી એશ્વર્યાને સખત ટક્કર આપે છે. તે પણ ખૂબ જ સુંદર છે. શ્રીમા પોતાને એક સોશિયલ મીડિયા એનફ્લૂએંસર કહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેના વીડિયોઝ પણ ચાહકોને ખૂબ પસંદ આવે છે.

શ્રીમા રાયે એશ્વર્યા રાયના મોટા ભાઈ આદિત્ય રાય સાથે લગ્ન કર્યા હતા. આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. સાથે જ શ્રીમા એક મોડલ અને એક્ટર છે. તે 2009માં મિસિસ ઈન્ડિયા કોમ્પિટિશનનો ભાગ પણ રહી ચૂકી છે. તેમાં તે ફર્સ્ટ રનર અપ હતી. શ્રીમાની સુંદરતાની પ્રસંશા તેના ચાહકો પણ કરે છે.

કિચનમાં કામ કરતા કૂલ દેખાઈ એશ્વર્યાની ભાભી: શ્રીમા રાયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કિચનમાં કામની સાથે-સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. તેણે સાડી પહેરી છે અને તેની આંખો પર કાળા ચશ્મા છે. તે ખૂબ જ સુંદર સ્ટાઈલમાં કામ કરી રહી છે. તે કિચનમાં ખૂબ જ અતરંગી સ્ટાઈલમાં ડુંગળી કાપતા જોવા મળી રહી છે.

ચાહકોને એશ્વર્યા રાયની ભાભીનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તે કમેંટમાં તેની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી. એક યુઝરે કહ્યું, ‘મને તમારી કામ કરવાની સ્ટાઈલ ખૂબ પસંદ આવી.’ પછી અન્યએ લખ્યું ‘કિચનમાં ચશ્મા પહેરીને કોણ કામ કરે છે?’ પછી એક કમેન્ટ આવે છે ‘લાગે છે કે તમે ડુંગળીના આંસુથી બચવા માટે કાળા ચશ્મા પહેર્યા હતા.’ બસ આવી જ રીતે અન્ય ઘણી કમેંટ્સ આવવા લાગી.

જોઈને લોકો એ ખૂબ પ્રસંશા કરી: જો કે આ વિડીયો જોયા પછી ઘણા લોકો શ્રીમા રાયની સુંદરતાની પ્રસંશા પણ કરવા લાગ્યા. જણાવી દઈએ કે શ્રીમા એક બ્લોગર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શ્રીમાના અંગત જીવનની વાત કરીએ તો તેને અને આદિત્યને બે પુત્રો છે. આ લોકો પરિવાર સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહે છે.

શ્રીમાનો જન્મ મેંગ્લોરમાં થયો છે. જોકે તેનો ઉછેર યુએસએના ફિલાડેલ્ફિયા શહેરમાં થયો છે. તે ઘણી મોટી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરી ચુકી છે. 2009માં તેણે મિસિસ ઈન્ડિયા ગ્લોબનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનતા પહેલા શ્રીમા બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં એક મોટા પડદા પર હતા.

શ્રીમા અને એશ્વર્યાનો એકબીજા સાથે ખૂબ સારો સંબંધ છે. નણંદ ભાભી જ્યારે પણ મળે છે તો ખૂબ ગપશપ કરે છે. શ્રીમાના બાળકો એશ્વર્યાને ગુલ્લૂ મામી કહીને બોલાવે છે. એશ્વર્યા રક્ષાબંધન પર પિયર જરૂર આવે છે. ત્યારે આખો પરિવાર મળીને સારો સમય પસાર કરે છે.