આ કારણે વારંવાર અમેરિકા જતી હતી શ્રીદેવી, મૃત્યુ પછી ખુલ્યું આ રાજ

બોલિવુડ

શ્રીદેવીની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી પરંતુ તેમને સિનેમા પ્રેમીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. દુનિયાભરમાં શ્રીદેવીને પસંદ કરનારા લોકો છે. કહેવાય છે કે શ્રીદેવી જ્યારે માત્ર 4 વર્ષની હતી ત્યારે તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

શ્રીદેવીએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શ્રીદેવીએ ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એક મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી હતી. પછી તેણે હિન્દી સિનેમામાં પગ મુક્યો અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું.

શ્રીદેવીએ હિન્દી સિનેમામાં તે સ્થાન મેળવ્યું હતું જે અન્ય કોઈ અભિનેત્રી મેળવી શકી નથી. શ્રીદેવીની એક્ટિંગનો જવાબ કોઈ પાસે ન હતો. સાથે જ તેના ડાન્સના પણ દરેક દીવાના હતા. સાથે જ તે ખૂબ જ સુંદર પણ હતી. આ બધી ચીજોએ મળીને તેને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર બનાવી હતી.

શ્રીદેવીએ 80 અને 90ના દાયકામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ દરમિયાન તેમણે મોટા-મોટા દિગ્ગ્ઝ કલાકારો સાથે કામ કર્યું. સાથે જ તે પોતે પણ એક દિગ્ગ્ઝ અભિનેત્રી કહેવાઈ. ચાહકો શ્રીદેવીની એક્ટિંગ અને ડાંસની સાથે જ તેની સુંદરતા પર પણ જાન છિડકતા હતા.

પરંતુ તમને એ જાણીને ઝટકો લાગશે કે સુંદરતાને જાળવી રાખવા અથવા વધુ સુંદર દેખાવા માટે શ્રીદેવી અવારનવાર પ્લાસ્ટિક સર્જરી કરાવતી હતી. કહેવાય છે કે શ્રીદેવી પોતાની સુંદરતાને લઈને ખૂબ જ કોન્સિયસ હતી. તે સમયાંતરે પ્લાસ્ટિક સર્જરીની મદદ લેતી હતી. તે પોતાને યંગ જાળવી રાખવા માટે આવું કરતી હતી. મળતી માહિતી મુજબ, 29 પ્લાસ્ટિક સર્જરી કરનાર શ્રીદેવીએ મૃત્યુના થોડા દિવસો પહેલા છેલ્લી સર્જરી કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રીદેવી અવારનવાર અમેરિકાના સાઉથ કેરોલિનામાં પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે જતી હતી. એકવાર સર્જરીમાં તેના હોઠ બગડી ગયા હતા અને તેના હોઠનો આકાર પણ બદલાઈ ગયો હતો. આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેને ડાયટ પિલ્સ લેવાની સલાહ આપી હતી.

પુત્રીઓની પણ કરાવી હતી સર્જરી: શ્રીદેવી માત્ર પોતાની જ સર્જરી કરાવતી ન હતી પરંતુ તેણે પોતાની બે પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની સર્જરી પણ કરાવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શ્રીદેવી સુંદરતા જાળવી રાખવા માટે ઘણી ટ્રીટમેન્ટ કરાવતી હતી.

શ્રીદેવીએ લીધી હતી આ ચીજોની ટ્રીટમેંટ: માહિતી મુજબ શ્રીદેવીએ લેસર સ્કિન સર્જરી, સિલિકોન બ્રેસ્ટ કરેક્શન, બોટોક્સ અને ઓક્સી પીલ, ફેસ લિફ્ટ અપ, બોડી ટકીંગ વગેરે જેવી ટ્રીટમેંટ કરાવી હતી. આટલું જ નહીં આ દિવંગત અભિનેત્રીએ ટ્રીટમેન્ટની મદદથી પેટની વધારાની ચરબી પણ ઓછી કરી હતી. આ સાથે જ અભિનેત્રી તેમને જાળવી રાખવા માટે એન્ટી એજિંગ દવાઓ પણ લેતી હતી.

હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત શ્રીદેવીએ 20 વર્ષની ઉંમરે ફિલ્મ ‘હિમ્મતવાલા’થી કરી હતી. વર્ષ 1983માં આવેલી આ ફિલ્મ હિટ રહી હતી. તેમાં શ્રીદેવીએ દિગ્ગ્ઝ અભિનેતા જિતેન્દ્ર સાથે કામ કર્યું હતું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું.

શ્રીદેવીનું માત્ર 54 વર્ષની ઉંમરમાં 24 ફેબ્રુઆરી 2018ના રોજ નિધન થયું હતું, તેના નિધનથી દરેકને આઘાત લાગ્યો હતો. તે લગ્નમાં શામેલ થવા માટે દુબઈ ગઈ હતી અને ત્યાંની એક હોટલના બાથરૂમમાં બાથટબમાં ડૂબી જવાથી તેનું નિધન થયું હતું. તેના નિધનનું કારણ સર્જરી પણ માનવામાં આવે છે.