મામા કંસ ઉપરાંત પણ હતા ભગવાન શ્રીકૃષ્ણના ઘણા દુશ્મન, જાણો કોણ કોણ હતા તેમના સૌથી મોટા દુશ્મન

ધાર્મિક

કૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે, જેનું અવતરણ દ્વાપર યુગમાં થયુ, ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ, વાસુદેવ, દેવકીનંદન, શ્યામ, કન્હૈયા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. તેનું બાળપણ ગોકુલમાં પસાર થયું, જ્યાં તેના માતા-પિતા યશોદા અને નંદ હતા. તેના પાત્રને મહાભારત અને શ્રીમદ ભાગવત ગીતામાં વિસ્તૃત કરવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે શ્રીકૃષ્ણના દુશ્મન કોણ-કોણ હતા, જે તેમની સાથે દુશ્મનાવટ રાખતા હતા. આમ તો ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા મોટા કાર્યો કર્યા અને ઘણા અસુરોનો પણ વધ કર્યો. પરંતુ તેનો સૌથી મોટો દુશ્મન તેના પોતાના મામા કંસ હતા. આ સિવાય પણ તેના ઘણા દુશ્મન હતા. તો ચાલો જાણીએ શ્રીકૃષ્ણના તે કોણ કોણ દુશ્મન હતા.

મામા કંસ: મામા કંસ શ્રી કૃષ્ણના મોટા દુશ્મન હતા. કંસની બહેન દેવકીના પુત્ર જ કૃષ્ણ હતા. કંસ તેની બહેન દેવકીને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ એક દિવસ જ્યારે તેની બહેન દેવકી અને સાળા વાસુદેવ સાથે કંસ રથ પર સવાર હતા તો અચાનક આકાશમાંથી અવાજ આવ્યો કે, તારી બહેનનો આઠમો પુત્ર જ તારો વધ કરશે. ત્યારથી દેવકી અને વાસુદેવને કંસે જેલમાં પૂરી દીધા અને એક પછી એક કંસે દેવકીના સાત પુત્રોને મારી નાખ્યા. જ્યારે દેવકીને આઠમો પુત્ર થયો તો ભગવાનનો અવતાર થયો અને વાસુદેવે કૃષ્ણને નંદના ઘરે મથુરામાં છોડી દીધા. પછી કંસે ઘણી યુક્તિઓનો ઉપયોગ કરી કૃષ્ણને મારવાની યોજના બનાવી પરંતુ ભગવાનની વિરુદ્ધ તમામ યુક્તિઓ નિષ્ફળ ગઈ. ત્યાર પછી એક દિવસ કંસે કુસ્તીનો કાર્યક્રમ રાખ્યો. જેમાં શ્રીકૃષ્ણએ કંસના ઘણા કુસ્તીબાજોને હરાવી દીધા અને અંતમાં કંસને જ તેની ગાદીથી અખાડામાં લાવી તેનો વધ કરી દીધો. આ પ્રકારે કૃષ્ણે પોતાના માતા-પિતા દેવકી અને વાસુદેવને મુક્તિ અપાવી. ત્યાર પછી મથુરાના રાજા કંસના પિતા ઉગ્રસેનને બનાવી દીધા. આમ કૃષ્ણએ બલિદાન અને હિંમતનો આદર્શ સ્થાપિત કર્યો.

જરાસંધ: જરાસંધ કૃષ્ણના મામા કંસના સસરા હતા. કંસ પછી જરાસંઘ જ કૃષ્ણના બીજા સૌથી મોટા દુશ્મન હતા. કૃષ્ણે જરાસંઘના વધની યોજના બનાવી અને સ્વયં કૃષ્ણ સાથે અર્જુન સહિત ભીમસેન જરાસંધને ત્યાં કુસ્તીનો પ્રસ્તાવ લઈ પહોંચ્યા. અને તેને કોઈ એક સાથે લડવાનો પડકાર આપ્યો. જરાસંધે ભીમસેન સાથે લડવાનું સ્વીકાર કર્યું અને આ મલ્લ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું. ત્યારે શ્રીકૃષ્ણએ ભીમસેનને ઘાસના એક તણખાથી ઈશારો કર્યો અને પછી ભીમસેને એ જ કર્યું જે કૃષ્ણ ઈચ્છતા હતા. મતલબ જરાસંઘના બે ટુકડા કરી બંને ટુકડાઓને જુદી જુદી દિશામાં ફેંકી દીધા.

શિશુપાલ: શિશુપાલ શ્રી કૃષ્ણના જન્મથી દુશ્મની રાખતા હતા. એકવાર પાંડવો અને કૃષ્ણ દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા રાજાઓને બોલાવવામાં આવ્યા તેમાં શિશુપાલ પણ આવ્યા અને તેમણે કૃષ્ણને અપશબ્દો કહી અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કૃષ્ણે શિશુપાલને 100 અપમાન સુધી માફ કરવાનું વચન લીધું હતું. શિશુપાલે જેમ જ 100 થી વધારે અપશબ્દો કહ્યા તો ભગવાને તેના સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરી દીધો.

પૌંડ્રક: તે કૃષ્ણની જેમ જ ચક્ર, શંખ, પીતાંબર વગેરે ધારણ કરતા હતા. ઘણા લાંબા સમય સુધી તેમની ક્રિયાઓ શ્રી કૃષ્ણ સહન કરતા રહ્યા પરંતુ પછી ભગવાન કૃષ્ણે પૌંડ્રકનો પણ વધ કરી દીધો.