35 વર્ષની થઈ શ્રદ્ધા કપૂર, બાળપણમાં દેખાતી હતી કંઈ આવી, આ ચીજને લઈને અવારનવાર થઈ જતી હતી પાગલ, જુવો તસવીરો

બોલિવુડ

શ્રદ્ધા કપૂર બોલિવૂડની દુનિયામાં પ્રખ્યાત નામ બની ચુકી છે. તે બોલીવુડના ખૂંખાર વિલન શક્તિ કપૂરની પુત્રી છે. તેની માતા શિવાંગી કપૂર પણ અભિનેત્રી રહી ચુકી છે. શ્રદ્ધા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. આ ઓફર તેને સલમાન ખાને આપી હતી.

જોકે ત્યારે તેણે આ ઓફર સ્વીકારી ન હતી. ફિલ્મોમાં કામ કરવા માટે શ્રદ્ધાએ પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો. આજે 3 માર્ચ એ શ્રદ્ધા પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

35 વર્ષની થઈ શ્રદ્ધા કપૂર: શ્રદ્ધાનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે પોતાનું સ્કુલિંગ જમનાબાઈ નરસી સ્કૂલ અને અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી પૂર્ણ કર્યું છે. ગ્રેજ્યુએશન માટે તેણે બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. જો કે, અભ્યાસ વચ્ચે જ તેને પ્રોડ્યૂસર અંબિકા હિન્દુજા દ્વારા તીન પત્તી ફિલ્મની ઓફર કરવામાં આવી. આવી સ્થિતિમાં શ્રદ્ધા અભ્યાસ છોડીને ફિલ્મો તરફ વળી.

સુંદર રહી ફિલ્મી કારકિર્દી: તીન પત્તીમાં, શ્રદ્ધા સાથે અમિતાભ બચ્ચન, આર માધવન અને બેન કિંગ્સલે જેવા દિગ્ગજ કલાકારો હતા. પરંતુ છતાં પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યાર પછી શ્રદ્ધા ડિરેક્ટર પુનિત મલ્હોત્રાની ફિલ્મ લવ કા ધ એન્ડમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ પણ કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. શ્રદ્ધાને તેની સાચી ઓળખ મોહિત સૂરીની ફિલ્મ આશિકી 2 થી મળી હતી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

આશિકી 2 પછી શ્રદ્ધા એક વિલન, હૈદર, ઉંગલી, એબીસીડી 2, બાગી, રોક ઓન 2, ઓકે જાનુ, હાફ ગર્લફ્રેન્ડ, હસીના પારકર, સ્ત્રી, સાહો, છિછોરે, બાગી 3 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ દિવસોમાં તે રણબીર કપૂર સાથે ડિરેક્ટર લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

બાળપણથી જ આ ચીજને લઈને હતી પાગલ: શ્રદ્ધા બાળપણથી જ ખૂબ જ ક્યૂટ છે. તે એક મસ્તીખોર બાળકી હતી. તેનો તેના પિતા શક્તિ કપૂર સાથે વધુ લગાવ રહ્યો છે. શ્રધ્ધાનો બાળપણથી જ બર્થડે સેલિબ્રેશનને લઈને ખૂબ જ ક્રેઝ રહ્યો છે. જ્યારે પણ તેનો જન્મદિવસ આવતો હતો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ જતી હતી. તે પોતાનો જન્મદિવસ ખૂબ જ સુંદર રીતે સેલિબ્રેટ કરતી હતી.

બાળપણથી જ હતું હિરોઈન બનવાનું સપનું: ઘરમાં શ્રદ્ધાને પાપા શક્તિ કપૂર તરફથી સૌથી વધુ લાડ પ્રેમ મળે છે. જો કે તેની માતા શિવાંગી સાથે સારી બને છે. માતા અને પિતા બંને એક્ટર હોવાને કારણે શ્રદ્ધાએ પણ બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તે હિરોઈન બનવા ઈચ્છે છે.

જોકે શ્રધ્ધા એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક શ્રેષ્ઠ સિંગર પણ છે. તે લાઈવ પરફોર્મન્સ આપે છે અને ફેશન શોમાં પણ હાજરી આપે છે. તેણે એમેઝોન સાથે મળીને પોતાની એક્સલૂસિવ ફેશન લાઇન ઈમારા પણ લોન્ચ કરી છે.