શ્રીમદ્ ભાગવત ગીતા મુજબ આ 6 ચીજોનું ક્યારેય પણ ન કરવું જોઈએ અપમાન

ધાર્મિક

શ્રીમદ્ ભાગવત ગીતા એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે અને આ ગ્રંથની અંદર ભગવાન શ્રીકૃષ્ણજીએ આપણને ઘણી ચીજોનું જ્ઞાન આપ્યું છે. શ્રીમદ્ ભાગવત ગીતામાં લખાયેલા શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણજીએ આપણને 6 એવા લોકો વિશે જણાવ્યું છે, જેમના વિશે ખરાબ વિચાર રાખવાથી આપણું જ નુક્સાન થાય છે અને આપને જીવનભર દુઃખોનો સામનો કરવો પડે છે. તેથી તમે ક્યારેય પણ તેમનું અપમાન ન કરો અને હંમેશા તેમને માન આપો.

શ્રીમદ્ ભાગવત ગીતામાં લખેયેલો શ્લોક: ‘યદા દેવેષુ વેદેષ ગોષુ વિપ્રેષુ સાધુષુ। ધર્મો મયિ ચ વિદ્વેષઃ સ વા આશુ વિનશ્યિત॥’ આ શ્લોકનો અર્થ એ છે કે દેવતાઓ, વેદો, ગૌ, બ્રાહ્મણો, સાધુઓ અને ધર્મના કાર્યો વિશે જે લોકો ખરાન વિચારે છે તે લોકોનો નાશ જલ્દી થઈ જાય છે.

હંમેશા કરો ભગવાનનો આદર: રાવણ હંમેશાં દેવતાઓનું અપમાન કરતો હતો અને રાવણે ઘણા દેવતાઓને પોતાના બંધી પણ બનાવ્યા હતા. રાવણે કરેલા આ અપમાનને કારણે જ તેનો નાશ થયો હતો. તેથી જ એવું કહેવામાં આવે છે કે ક્યારેય પણ દેવતાઓનું અપમાન ન કરો અને હંમેશાં સાચા મનથી તેમની પૂજા કરો.

ન કરો વેદોનું અપમાન: એવું કહેવામાં આવે છે કે અસુરો હંમેશાં વેદોની વિરુદ્ધ હતા અને તેમને ઘણી વખત વેદોનો નાશ કરવાનો પ્રયત્ન કર્યા હતા. જો કે જે અસુરોએ વેદોનું સમ્માન નથી કર્યું તેમને ભગવાન દ્વારા સજા આપવામાં આવી હતી. તેથી દરેક વ્યક્તિએ પોતાના ધર્મ ગ્રંથ અને વેદોનું સમ્માન કરવું જોઈએ.

જરૂર કરો ગાયની પૂજા: ગાયની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે. જે લોકો ગાયને દુઃખ આપે છે તેને પાપ લાગે છે. એક દંતકથા મુજબ બલાસુર નામનો એક અસુર હતો અને આ અસુરોએ દેવતાઓની બધી ગાયોનું અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા પછી બલાસુરે ગાયોને ખૂબ દુઃખ આપ્યું હતું. જ્યારે આ વાતની જાણ દેવરાજ ઈંદ્ર ને થઈ ત્યારે તેમને બલાસુરનો વધ કર્યો.

ઋષિઓ અને બ્રાહ્મણોનું અપમાન ન કરો: એક દંતકથા મુજબ ઋષિ મૈત્રેય ધૃતરાષ્ટ્રને મળવા માટે તેમના રાજમહેલમાં આવ્યા હતા અને તેમનું સ્વાગત ધૃતરાષ્ટ્રના પુત્રો દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું. જો કે દુર્યોધન મહર્ષિ મૈત્રેયની મજાક ઉડાવવા લાગ્યા. જેના કારણે તે ગુસ્સે થયા અને ગુસ્સામાં ઋષિએ દુર્યોધનને શ્રાપ આપ્યો. તેથી જ એવું કહેવામાં આવે છે કે તમારે ક્યારેય કોઈ પણ ઋષિ અથવા બ્રાહ્મણોનું અપમાન ન કરવું જોઈએ.

ધર્મ: વ્યક્તિએ ક્યારેય પણ અધર્મના રસ્તા પર ન ચાલવું જોઈએ. અશ્વત્થામા ગુરુ દ્રોણનો પુત્ર હતો, પરંતુ સમજદાર થયા પછી પણ તે હંમેશાં અધર્મના કાર્યો કરતો રહ્યો. અશ્વત્થામાએ મહાભારત યુદ્ધમાં દુર્યોધનનો સાથ આપ્યો હતો અને અધર્મના રસ્તા પર ચાલીને ઘણા ખોટા કામ કર્યા. જેના કારણે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને ઘરે ઘરે ભટકવાનો શ્રાપ આપ્યો હતો.